એચ.એમ.આંગડિયા પેઢીમાં તપાસ માટે ગયેલા SGSTના અધિકારી પર હુમલો
યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આવેલા શિવલીક-1 કોમ્પલેક્ષમાં પહેલા માળે સ્થિત એચ.એમ આંગડીયાની ઓફિસમાં તપાસ માટે ગયેલા રાજયવેરા અધિકારી સમીરભાઈ મહેન્દ્રભાઈ જયસ્વાલ અને રાજયવેરા નિરીક્ષક કેવલભાઈ દિલીપભાઈ ટાંક (ઉ.વ.29)ની ફરજમાં રૂૂકાવટ કરી ઓફિસ સંચાલક મયુરસિંહ ગોહિલ અને તેનો કર્મી તૈજસ સોલંકીએ ઉગ્ર બોલાચાલી કરી ગાળો દઈ મારામારી કરી ધંધાકીય સાહિત્ય લઈ ભાગી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર જનકપુરી હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને હાલ છેલ્લા 15 દિવસથી નાયબ રાજયવેરા કમિશ્નરની કચેરી અન્વેષણ વિભાગ-11 કે જે બહુમાળી ભવન જૂનાગઢ ખાતે સ્થિત છે.ત્યાં 15 દિવસથી નોકરી કરતાં સમીરભાઈને આરોપીની મયુરસિંહની એચ.એમ. આંગડીયાની તપાસ સોંપાઈ હોવાથી આજે સવારે તે રાજયવેરા નિરીક્ષક કેવલભાઈ ટાંક (ઉ.વ.29, રહે. વિદ્યાવિહાર સોસાયટી, ટીંબાવાડી, જુનાગઢ) સાથે આરોપીની ઓફિસે ગયા હતા.
જયાં આરોપી તેજસ હોય તેને ઓળખ આપી પુછપરછ કરતા પોતે એક માસથી જ નોકરી કરતો હોવાનું અને વધુ માહિતી આરોપી મયુરસિંહને હોવાનું કહી ફોન કરી બોલાવ્યો હતો.મયુરસિંહે ત્યાં આવતા તેણે ઉશ્કેરાઈ બુમો પાડી તમે કયા અધિકારથી મારા ધંધાના સ્થળે આવેલા છો,તમને મારા ધંધાના સ્થળે આવવાનો અધીકાર કોણે આપ્યો? કહી ગાળાગાળી કરી ઝપાઝપી શરૂૂ કરી હતી. તેમજ સમીરભાઈ સાથે મારામારી કરવા લાગતા સાથે આવેલા કેવલભાઈ વચ્ચે પડતા તેને પણ ધકકો મારી પછાડી દીધા હતા.
આ સમયે આરોપી તેજસ તેને ગાળો આપતો હતો. બાદમાં મયુરસિંહ તેજસને નસી.સી.ટીવી. બંધ કરી દો, અંદરથી ધોકા કાઢો આ લોકો અહીંથી બહાર ન જવા જોઈએ. કહી બંને પોતાનું ધંધાકીય સાહિત્ય લઈ ત્યાંથી ભાગી ગયા હતા.આ અંગે ઉપરી અધીકારીઓને જાણ કર્યા બાદ ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ-2 પોલીસે બંને સામે ગુના દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.