ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાક.ની સીમા હૈદર પર સુરેન્દ્રનગરના શખ્સનો હુમલો

11:49 AM May 05, 2025 IST | Bhumika
Advertisement

દિલ્હીમાં ઘરમાં ઘુસી ગળુ દબાવી ફડાકા ઝીંકયા, માનસિક બિમાર યુવકની ધરપકડ

Advertisement

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 જેટલા ટુરિસ્ટને ટેરિસ્ટે ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં પાકિસ્તાન સામે ભારોભાર ગુસ્સો છે. તેવામાં ગઈકાલે શનિવારે (3 મે 2025)ના રોજ એક શખસે પાકિસ્તાનથી ભાગીને ભારત આવી પ્રેમલગ્ન કરનાર સીમા હૈદર પર હુમલો કર્યો હતો.

આ શખસ ગુજરાતના સુરેન્દ્રનગરનો તેજસ જાની છે. જોકે, ત્યાં તેના ઘરે તાળા લાગ્યા હતા. દરમિયાન યુવકના પરિવારનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. આરોપીએ પણ ભૂતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે હેન્ડશેક કર્યું હોય એવું તસવીર સામે આવી છે.

યુવકે દિલ્હીમાં પાકિસ્તાની સીમા હૈદરને ફડાકા ઝીંકી દીધા હતા. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગર વિસ્તારમાં રહેતો તેજસ જાની દસ વર્ષથી રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ યુવકના ઘરે ખંભાતી તાળું નજરે જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગરના ઓમનગર વિસ્તારમાં એકલવાયું જીવન જીવતો યુવક છેલ્લા બે દિવસથી યુવક ઘરેથી ગુમ થયા બાદ દિલ્હી પહોંચ્યો હતો.

આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર સિટી પોલીસ અને એલઆઈબી યુવકના ઘેર પહોંચી હતી. જેમાં પાકિસ્તાની સીમા હૈદરને ત્રણથી ચાર ફડાકા મારી દીધા બાદ યુવકની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ યુવકના પરિવારજનો ભાજપની નજીક હોવાની વિગતો પણ સામે આવી છે. જેમાં તપાસ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી યુવક અસ્થિર મગજના કારણે ફોનમાં સતત વ્યસ્ત રહેતો હતો.

નોઈડામાં પાકિસ્તાની સીમા હૈદર પર એક યુવકે હુમલો કર્યો હતો. શનિવારે સાંજે ગુજરાતનો એક યુવક સીમાના ઘરે પહોંચ્યો હતો. એવો આરોપ છે કે તેણે ઘરના દરવાજાને જોરથી લાત મારી અને પછી અંદર ઘુસ્યા પછી તેણે સીમાનું ગળું દબાવ્યું હતું. તેણે સીમાને ત્રણ-ચાર થપ્પડ પણ મારી હતી. આ ઘટનાથી સીમા હૈદર ગભરાઈ ગઈ અને તેણે બૂમો પાડી હતી. તેની બુમો સાંભળતાની સાથે જ તેના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા.

આરોપી યુવકની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્ર જાનીનો પુત્ર છે. આ યુવક ગુજરાતથી ટ્રેન દ્વારા દિલ્હી પહોંચ્યો હતો. બાદમાં તે રાબુપુરામાં સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો. એસીપીએ જણાવ્યું કે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
indiaindia newssima Haidersima Haider attackSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement