For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના પીથલપુર ગામે વાહન અથડાવા બાબતે પૂર્વ સરપંચ અને બે પુત્રો ઉપર હુમલો

11:36 AM Oct 09, 2024 IST | admin
ભાવનગરના પીથલપુર ગામે વાહન અથડાવા બાબતે પૂર્વ સરપંચ અને બે પુત્રો ઉપર હુમલો

હુમલાની ઘટનાનો વીડિયો વાઇરલ: ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Advertisement

ભાવનગરના તળાજાના પીથલપુર ગામે બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે માથાકુટમાં બે પુત્ર અને તેના પિતાને ઇજા કરવામા આવીહતી.જેમાં એક યુવકને માથામાં ઇજા થતા ભાવનગર સારવાર માટે ખસેડાયા છે.
તળાજાના દાઠા પોલીસ મથક નીચે આવતા પીથલપુર ગામે આજે બાઈક અથડાવવા જેવી નજીવી બાબતે થોડીજ વારમા કાયદાના રક્ષકોનો લગરીકેય ડર ન હોય તેમ ભયનું વાતાવરણ સર્જિદિધુ હતું.

એક સમયના સરપંચ, તાલુકા પંચાયત સુધી આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરતા રાઠોડ પરિવારના જીતેન્દ્રસિંહ લાલુભા તથા તેમના બે પુત્ર દિવ્યરાજસિંહ અને મહાવીરસિંહ ને તળાજા ની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડાયા છે. કેરાળા ગામના વશરામભાઈ વિરાભાઈ ,વાલાભાઈ રવજીભાઈ, સ્થાનિક યુવકો કરણ અને રાજુભાઇ સહિતના એ હાથમાં હથિયાર ધારણ કરી પથર ફેંકી હુમલો કરી ઇજા કરી હતી.કેરાળા ગામે યુવાનોનું ટોળું દોડી આવ્યું હતું.ભયનો માહોલ સર્જી ર્દીધો હતો. સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં જે વિડિઓ ફોટા વાયરલ થયા તેમા લોકોના ટોળા નઝરે પડીરહ્યા છે.દિવ્યરાજસિંહ ને માથામાં ગંભીર ઇજાના લક્ષણો જણાતા તબીબે ભાવનગર વધુ સારવાર અર્થે રીફર કરેલ હતા.

Advertisement

સ્ટેટ કંટ્રોલમાં જાણ કર્યા બાદ પોલીસ મદદમાં આવી બાઈક અથડાયા ની ઘટના બાદ રાઠોડ પરિવાર ના સભ્યોને ટોળું લાવી હુમલો કરશે ની દહેશત હતી.જેનેલઈ દાઠા પોલિસ મથકે સતત ફોન કરવા છતાંય પોલીસ ન પહોંચતા સ્ટેટ કંટ્રોલ રૂૂમ સુધી ફરિયાદ કરવામાં આવી હતી.સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સ્ટેટ કંટ્રોલની સૂચના મુજબ પીથલપુર ગામે બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. પોલીસ મોડી આવવા અંગે જાણવા મળ્યું કે, બગદાણા પો.સ્ટે ના પી.એસ.આઈ પાસે દાઠા પો.સ્ટે નો પણ ચાર્જ છે.જેને લઈ દાઠા પોલીસ મથકનું વાહન બગદાણા પીએસઆઈને લેવા જતા પોલીસ મોડી પહોંચી હોવાનું જાણવા મળ્યુ હતું.એજ રીતે પોલીસ મોડી સાંજે ભાવનગર ફરિયાદ લેવાજવાની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement