ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હોસ્પિટલ ચોકમાં પેસેન્જર ભરવા બાબતે ઈકોચાલક ઉપર હુમલો

04:23 PM Oct 15, 2024 IST | admin
oplus_2097184
Advertisement

અન્ય વાહનચાલક સહિત 8 શખ્સો તૂટી પડ્યા: ઈજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા

Advertisement

શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ નીચે જામનગર રૂટ ઉપર ફેરા કરતા વાહન ચાલકોનો જમાવડો જોવા મળે છે. જેમાં વધુ એક વખત પેસેન્જર ભરવા બાબતે માથાકુટ થતાં ઈકો ચાલક ઉપર અન્ય વાહન ચાલક સહિત 8 શખ્સોએ હુમલો કરી મારમારતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

રાજકોટ તાલુકાના પારેવડા ગામે રહેતા અને ઈકો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હેમતરામ કેશવદાસ ગોંડલિયા ઉ.વ.46 નામના આધેડ આજે બપોરે પોતાની ઈકો કાર લઈ સિવિલ હોસ્પિટ ચોકમાં ઓવરબ્રીજ નીચે ઉભા હતા ત્યારે અન્ય વાહન ચાલક રાજુ સહિત 8 શખ્સોએ ઢીકા પાટુનો માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં તેઓ પોતાની ઈકો કારમાં પેસેન્જર ભરતા હોય જેથી રાજુ સહિતના શખ્સોએ પેસેન્જર ભરવા બાબતે માથાકુટ કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Attack on Eco-Chalk for loadinggujaratgujarat newsHospital Chowkloading passengersrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement