For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા

04:01 PM Jun 13, 2025 IST | Bhumika
વિમાનના કાટમાળના ઢગલામાંથી atsને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા

Advertisement

ટેકઓફથી લઇને તૂટી પડવા સુધીનો સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરી સાચું કારણ બહાર આવશે

અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેનું નામ બ્લેક બોક્સ હોય પરંતુ તે ઓરેન્જ કલરનું હોય છે. કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે. જેમાં બે ભાગ હોય છે. ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) આ બંને મળીને બ્લેક બોક્સ કહેવાય છે.

Advertisement

વિમાન ટેકઓફ થવાની થોડી જ મિનિટોમાં દુર્ઘટના બની હતી. જેમાં મુસાફરી કરી રહેલા 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવીત છે. જ્યારે પણ કોઈ પણ ફ્લાઇટને લગતી દુર્ઘટના બને છે ત્યારે તેના સાચા કારણની તરત ખબર પડતી નથી. કોઈપણ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે એજન્સીઓ ફ્લાઇટમાં રહેલા બ્લેક બોક્સની તપાસ કરતા હોય છે.

બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર ઓરેન્જ કલરનું હોય છે. આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે તેણે સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ રાખવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement