રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂર
રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં સંડોવાયેલ મનાતા જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની અટક કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.જેના નવ દિવસ બાદ અતાઉલ નાં વકીલ દ્વારા જામીનમુક્તી માટે અત્રેની સેશન્સ કોર્ટ માં અરજી કરાતા કોર્ટે અતાઉલ નાં જામીન મંજુર કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથક માં ચકચાર જગાવનાર રીબડાનાં અમીત ખુંટ આપઘાત ઘટના માં જેમના પર આરોપ છે તેવા પાંચ માસ થી નાશતા ફરતા અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કર્યા બાદ નાટકીય ઢબે પોલીસે રાજકોટ યુનિવર્સીટી રોડ પર થી જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો અનુસાર અનિરુદ્ધસિંહે અમીત ખુંટ ને હનીટ્રેપ માં ફસાવવા છોકરી ની વ્યવસ્થા કરવા તેના પરીચીત અતાઉલ ને જણાવતા તેણે તેના ડ્રાઇવર રહીમ મકરાણી દ્વારા પુજા તથા સગીરાનો સંપર્ક કર્યો હતો.
આમ અનિરુદ્ધસિંહ સહીતે કાવત્રુ કરી અમીત ખુંટ ને હનીટ્રેપ માં ફસાવ્યો હતો. એલસીબીએ અતાઉલ ને જડપી તાલુકા પોલીસ ને સોંપતા તાલુકા પોલીસે તેનાં રીમાંન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટ દ્વારા એક દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયા હતા. પોલીસે તેની પુછપરછ હાથ ધરી બાદ માં જેલહવાલે કરાયો હતો.
આ ઘટનાક્રમ નાં નવ દિવસ બાદ અતાઉલ ને આજે સેશન્સ કોર્ટ દ્વારા રીબડાની હદ માં નહી પ્રવેશવા તથા સબંધિત પોલીસ સ્ટેશન માં મહીના ની એક તથા પંદર તારીખે હાજરી પુરાવવા સહિત ની શરતો એ જામીન મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે એ સમયે અતાઉલ નાં રીમાંન્ડ પુરા થયા બાદ કોર્ટ માં રજુ કરાતા તેણે અરજી આપી પોલીસે દબાણ પુર્વક અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહનાં નામ ખોલાવ્યાં હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી.