સોમનાથમાં ત્રિવેણી સંગમે સર્વપિતૃ અમાસે ઊમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ
11:53 AM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
પિતૃમાસ સમાપન અને આજે સર્વપિતૃ અમાસ હોઇ સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ નદીએ શ્રદ્ધાળુ માનવ મહેરામણ ઉમટ્યો છે.
ત્રિવેણી ઘાટે પિતૃઓને યાદ કરી-દાન-દક્ષિણા-તર્પણ-શ્રાદ્ધવીધિ કરી પિતૃપુજન કરાઇ રહુ છે.સાથો સાથ પવિત્ર ત્રિવેણી સંગમ સ્નાન કરી મોક્ષ પીપળે જળ રેડી પિતૃઓને પાણી પાઇ પિતૃઓને ભાવવંદન સાથે વિધિવિધાન કરી રહ્યા છે.
Advertisement
પ્રભાસ તીર્થએ શ્રાદ્ધ તીર્થ પણ છે. અહીં સર્વપિતૃ શ્રાદ્ધનો શાસ્ત્રોક્ત મહિમા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પોતાના પરંપરાગત ગ્રામ્ય પોષાકમાં અને પરિવારના તમામ સભ્યો આ શ્રદ્ધકાર્યમાં આવતા રહે છે.
Advertisement