માત્ર 14 વર્ષની ઉંમરે ભૌતિક સુખનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ
સત્યપુનધામ શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે યોજાશે રૂડા અવસર…
રાજકોટના બાળ મુમુક્ષુ તીર્થકુમારનો યોજાશે દીક્ષા મહોત્સવ
11 ડિસેમ્બરના સવારે 4.35 ક્લાકે પ્રવજ્યા મહોત્સવનો પ્રારંભ
સંયમ સ્વીકારની સાધના ઉત્સવમાં જૈન-જૈનેતરની ઉપસ્થિતિ
જૈન સંઘ-શેઠ પરિવાર દ્વારા પાંચ દિવસના ધાર્મિક અનુષ્ઠાન
શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ ખાતે છેલ્લા 25થી વધુ વર્ષોથી ધાર્મિક આરાધનાઓ ખુબ જ ભક્તિ ભાવથી થઇ રહી છે. ત્યારે છેલ્લા 8 વર્ષ પહેલા શ્રી સંઘના ઉપકારી ગુરુદેવ પન્યાસ પ્રવર વજ્સેનવિજયજી ગણીવર્યની કૃપા તેમજ આચાર્ય ભગવંત મનમોહન સુરીશ્ર્વરજી મહારાજાના, આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્ર્વરજી મહારાજા આદી શ્રમણ શ્રમણી ગુરુ ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી સત્યપુન પરિવારના ઉત્કૃષ્ઠ બાવો અને દ્રવ્યોથી સંઘમાં શિખરબંધ જીનાલયનું નિર્માણ થયું તેમજ સત્યપુન ધામ ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયેલ છે.
જૈન શાશનને જયવંતુ કરતો અત્યંત મહત્વનો તેમજ તમામ ભૌતીક સુખનો ત્યાગ કરીને સંયમ સુખ મેળવવા રજોહરણ પ્રાપ્ત કરવાનો આ સુનહરો અવસર શ્રી સત્યપુનધામ શ્રી ગાંધીગ્રામ જૈન સંઘ રાજકોટ ખાતે આવી રહ્યો છે આ ‘સંયમ સ્વીકાર ની સાધના ઉત્સવ’માં ભક્તિના રંગે રંગાવા માટે રાજકોટ ખાતે તા. 8 ડીસેમ્બરથી 11 ડીસેમ્બર ના રોજ ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમોની વણજાર આયોજવામાં આવી છે.
તા. 8 ડીસેમ્બર માગસર સુદ 7ને રવિવારના રોજ બપોરે 2 કલાકે મુમુક્ષુના સંયમવેશને કેસરના છાટણા ત્યાર બાદ બપોરે 3 કલાકે ગુરુભગવંતોનો શ્રી ગાંધીગ્રામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષા પ્રશંગ નિમિતે શુભ આગમન થશે ત્યારબાદ ગુરુ ભગવંતોનું પ્રવચન, ત્યારબાદ ગાંધીગ્રામ શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન જીનાલય સત્યપુન ધામ ખાતે ભક્તિ ભાવના અને સમૂહ આરતીનું આયોજન કરેલ છે.
તા. 9 ડીસેમ્બર માગસર સુદ 8/9 ને સોમવારના રોજ સવારે સંયમ ના ભાવ જાગે તેવી સુરાવલી સાથે 108 પાર્શ્વનાથ પૂજન, બપોરે પ્રવચન તેમજ છાબ ભરવાની વિધિ અને રાત્રીના 8 કલાકે મુમુક્ષુ તીર્થ ભાઈના સંયમ રંગરાસનું આયોજન કરેલ છે જેમાં દિનેશભાઈ શાહની સંગીત સુરાવલી અને પૂજનમાં વિધિકાર જીતુભાઈ વિછીયાવાળાનો સહયોગ સાપડેલ છે.
તા. 10 ડીસેમ્બર માગસર સુદ 10ને મંગળવારના રોજ સવારે 9 કલાકથી મુમુક્ષુ તીર્થ કુમારનો રાજકોટના રાજમાર્ગ પર શાશન પ્રભાવના વધારતો વર્ષીદાનનો વરઘોડો જેમાં ધર્મ ધ્વજ, અલગ અલગ રાસ મંડળી ભગવાનનો રથ, પૂજ્ય સાધુ ભગવતો, મુમુક્ષુ તીર્થ કુમાર અને પરિવારના શણગારેલા રથ, અનુકંપા રથ તેમજ બેઠું વર્ષીદાન રાખેલ છે. બપોરે 2.30 કલાકે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનને શ્રી શકસ્તવ અભિષેકનું અનુષ્ઠાન રાખેલ છે ત્યાર બાદ સાંજે 4 કલાકે મુમુક્ષુ તીર્થ કુમારને ઘર આંગણે અંતિમ વાયણું રાખેલ છે. રાત્રે 8 કલાકે સંસારના ત્યાગની અનુમોદના કરતો ભવ્ય વિદાય ઉત્સવ માં ભાવભીના બનાવવા મુંબઈના સંજયભાઈ ભાઉ અને પાટણવાળા અંકુરભાઇ શાહના સથવારે આત્મ સ્પર્શ નો હર્ષોત્સવ આયોજવામાં આવેલ છે.
બહુમુલ્ય દિવસ માગસર સુદ-11ને (મૌન અગિયારશ) બુધવાર તા.11 ડિસેમ્બરના આત્મસ્પર્શના શ્રેષ્ઠ દિવસે શ્રી ભદ્રંકર ક્રિયા મંડપમાં રાજકોટમાં પધારેલ તમામ ગુરુ ભગવંતોની નીશ્રા તેમજ રાજકોટના તમામ સંઘ શ્રેષ્ઠીઓની હાજરીમાં બાળ મુમુક્ષુ તીર્થી કુમારનો વહેલી સવારે 4 કલાકે પ્રવેશ થશે ત્યાર બાદ 4:35થી પ્રવજ્યા ક્રિયાનો પ્રારંભ થશે શુભ મુહર્ત રજોહરણ પ્રાપ્ત થશે, શુભ મુહતે કેશ લોચન પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાર બાદ શ્રી મુદુલાબેન નરેન્દ્રભાઇ શેઠ પરિવારનો પુત્ર રત્ન દાતા પુત્ર સુ-શ્રાવક કમલેશભાઇ અને રત્નકુક્ષી માતા સુ-શ્રાવિકા સોનલબેનનો પુત્ર અને મોટાભાઇ દર્શનનો ભાઇ બાળ મુમુક્ષુ તીર્થનું નવું નામ ગુરુજી દ્વારા જણાવવામાં આવશે.
આ સમગ્ર દીક્ષા મહોત્સવના રત્ન સ્થંભ સતીષભાઇ તથા પૂનમંબેન માલદે (સત્યપુન પરિવાર) દર્શનભાઇ તથા રીટાબેન નંદાણી (મોન્જીનીશ પરિવાર), ડી.કે.સખીયા પરિવાર, જીતુભાઇ તથા દિપ્તીબેન કોઠારી પરિવાર, નૈમીષભાઇ તથા ખુશ્બુબેન મહેતા (બિલ્ડર ટાઇટેનીયમ વન,) પરેશભાઇ ઠાકર, રાજકોટ વિહાર ગ્રુપ વિગેરેઓનો ઉત્કૃષ્ટ સહયોગ સાંપડેલ છે.
આ દિક્ષા મહોત્સવ પૂર્ણ થયે નુતન દિક્ષિત પોતાની સંયમ યાત્રા અને ગુરુભગવંતોનો વિહાર સાંજે તે જ દિવસે 4:30 ક્લાકે રાજકોટ શહેરમાંથી શરુ થશે રાજકોટના દરેક સંઘના શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ બાળકોને પધારવા નિમંત્રણ સંઘના ટ્રસ્ટીઓની તેમજ દિક્ષાર્થી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.