For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ઘોડાગાડીમાંથી છૂટી ગયેલા અશ્ર્વએ પાંચને અડફેટે લીધા: એકનું મોત

01:43 PM Sep 30, 2024 IST | Bhumika
ભાવનગરમાં ઘોડાગાડીમાંથી છૂટી ગયેલા અશ્ર્વએ પાંચને અડફેટે લીધા  એકનું મોત
Advertisement

ઢોરની અડફેટે મોતના બનાવ છાશવારે બનતા હોય છે. પરંતુ ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલમાં જ્યાં ઘોડાગાડીવાળા ઊભા રહે છે ત્યાં એકાદો ઘોડો છૂટી ગયો હોવાથી ચાર પાંચ લોકોને ઇજા થઈ હતી અને આ ઇજા પૈકી ગંભીર ઈજા પામેલા ગોપાલભાઈ સોહરાનું નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં હમણાંથી સર્કલે સર્કલે ઘોડાવાળાઓ ઉભા રહે છે. અને બીજી બાજુ શહેરમાં મુખ્ય ત્રણ સર્કલ, ઘોઘાસર્કલ, સરદારનગર સર્કલ અને મહિલા કોલેજ સર્કલમાં તંત્ર દ્વારા સર્કલના નવીનીકરણનું કામ અંદર ચાલુ હોય માલ સમાન ઠેર ઠેર હોય બહારની બાજુ વાહનોના આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકનો પ્રશ્ન પણ વધ્યો છે ટ્રાફિકની સમસ્યા પણ સર્કલોમાં વધે નહીં તે જોવું જરૂરી છે. આ કાર્યવાહી સત્વરે કરવા લોકમાંગ ઉઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement