For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણય

12:16 PM Jun 21, 2025 IST | Bhumika
મોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણય

મોરબીમાં લાંબી ઉધારીનો ધંધો ટાળવા માટે પેકેજીંગ ઉદ્યોગોએ ઓપરેશન સિલક શરૂૂ કર્યું છે. જેમાં લાંબી ઉધારી વાળા ગ્રાહકોનું બ્લેક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં જે ઉદ્યોગોનું નામ છે તેઓને હવે માલ નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપરેશન સિલક અંતર્ગત કોરૂૂગેટેડ બોક્સ બનાવતા એકમોની ભરતનગર મુકામે સમાજવાડી ખાતે ગઈકાલે મિટીંગ મળી હતી. જેમાં તમામ હોદેદારોએ હાજરી આપીને જે સિરામિક એકમોના પૈસા લાંબા ગાળાથી બાકી છે તેઓનું એક બ્લેક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

Advertisement

આ બ્લેક લિસ્ટમાં રહેલા ઉદ્યોગોને હવે માલ નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેળાએ પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે તેઓએ ઓપરેશન સિલકની સરાહના કરી હતી. ઉપરાંત તેઓએ પુરતો સહયોગ આપવાનું જણાવ્યું હતું. આ વેળાએ પેકેજીંગ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ, દીપકભાઈ, પ્રતિકભાઈ, ધ્રુવભાઈ, હાર્દિકભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ, પિયુષભાઈ, ધીરેનભાઈ, દલસુખ ભાઈ, ભાવેશભાઈ, નિલેશ ભાઈ, જયદીપભાઈ, ચિરાગભાઈ, સમીર ભાઈ, પ્રયાગભાઈ, આકાશભાઈ, સાવનભાઈ, કાર્તિકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામે ઓપરેશન સિલક વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ઉપરાંત બ્લેક લિસ્ટ આગામી બેથી ત્રણ દિવસમાં સિરામિક એસોસિએશનના પ્રમુખને પણ આપવાનું નક્કી કર્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement