લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત
04:42 PM Jul 04, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ લોકમેળા એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાંસદ પરસોત્તમ રૂૂપાલા સાથે મુલાકાત કરીને લોકમેળામાં રાઈડ્સ માટે લાગુ કરાયેલા કડક નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. સાંસદ રૂૂપાલાએ આગામી સમયમાં મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
Advertisement
લોકમેળા એસોસિએશનના હોદ્દેદાર કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાઈડ્સ સંચાલકો દ્વારા આજે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂૂપાલાને મળીને રાઈડ્સની SOP હળવી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સાંસદ પરસોત્તમ રૂૂપાલાએ પણ જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયમાં તેઓ રૂૂબરૂૂ મુખ્યમંત્રીને મળીને આ અંગે રજૂઆત કરશે.
Next Article
Advertisement