For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા.200ની સહાય

11:21 AM Jul 01, 2025 IST | Bhumika
માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા 200ની સહાય

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂૂ. 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.

Advertisement

મંત્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.ગત તા. 01 એપ્રિલથી તા. 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂૂ. 200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂૂ. 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂૂ. 124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત 2.0 પોર્ટલ પર આવતીકાલ તા. 01 જુલાઈથી આગામી તા. 15 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement