ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશે

05:15 PM Oct 28, 2025 IST | admin
Advertisement

કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વિકાર્યુ, પાંચ મંત્રીઓએ તાબડતોબ રિપોર્ટ આપ્યો

Advertisement

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ માવઠા રૂપી વરસાદે ધરતી પુત્રોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. માવઠાના કારણે ખેડૂતના મોંઢે આવેલો કોઢીયો છીનવાઈ જતાં સરકારે પણ પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા હતાં. આ મંત્રીઓએ તાબડતોબ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલ્યો અને તેના આધારે જ આવતીકાલે મળનારી કેબીનેટ બેઠકમાં ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે શિયાળામાં નદીઓમાં ઘોડાપુર આવતાં ડેમ ઓવરફલો થયા છે. જેના કારણે મોટાભાગનાં વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબતોડ થયા છે. એક બાજુ અત્યારે મગફળી અને સોયાબીન પાકની સીઝન ચાલી રહી છે. આ બન્ને પાક ખેતરમાં તૈયાર હાલતમાં હતો અને માવઠા રૂપી આફત વરસતા ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. જેના કારણે મુખ્યમંત્રીએ તાબડતોબ બેઠક બોલાવી પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાની સુચના આપી હતી. જેના પગલે આજે આ પાંચેય મંત્રીઓએ અસરગ્રસ્તના વિસ્તારના ખેતરો ખુંદયા હતાં.

ગોઠણ સમર પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. વરસાદની સ્થિતિને અનુલક્ષીને કૃષિ મંત્રી જીતુભાઈ વઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા તેમજ મંત્રી કૌશિક વેકરીયા વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો અને ખેડૂતોની રજૂઆતને પગલે મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી.

ટૂંક સમયમાં જ પાલિકા અને પંચાયતની ચૂંટણી આવી રહી છે આ બન્ને ચૂંટણી ગ્રામ્ય કક્ષા માટે અગત્યની હોવાથી સરકાર પણ લોકોને રીઝવવા પુરતા પ્રયત્ન કરી રહી છે. માવઠાએ ગામડામાં ભારે નુકસાન પહોંચાડયું છે જેને લઈને સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. કારણ કે જો ગ્રામ્ય કક્ષાના લોકોને પુરતી સહાય ન મળે તો તેની અસર પાલિકાની ચૂંટણી પર પડી શકે તેવી સંભાવનાઓ પણ રહેલી હોવાતી સરકારે તાત્કાલીક માવઠાની નુકસાનીનું વળતર ચુકવવાનું આયોજન કર્યું છે.

સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, માવઠાથી થયેલાં નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીઓએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. પાલિકા - મહાપાલિકાઓની ચૂંટણી ઉપર છે અને સરકાર સામે વ્યાપક નારાજગી પ્રવર્તી રહીછે ત્યારે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી, સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂૂરી પગલા ભરાશે.

Tags :
Farmersgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement