વિધાનસભા સત્ર, 15 કલાક 56 મિનિટમાં 29 પ્રશ્ર્નોની ચર્ચા
ત્રણ બેઠકો મળી, 1225 તારાંકિત પ્રશ્ર્નોના જવાબો રજૂ થયા, 53 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો, 5 સરકારી વિધેયકો પસાર થયા
આઠમી સપ્ટેમ્બરથી પંદરમી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂૂ થયું હતું. જે 10મી સપ્ટેમ્બરે પૂર્ણ થયું છે. આ સત્ર દરમિયાન કૂલ 03 બેઠકો મળી હતી અને 15 કલાક અને 56 મિનિટ કામ કરાયું હતું. 53 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.મૌખિક જવાબો માટેના કૂલ 1225 તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી કૂલ 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી હતી.સત્ર દરમિયાન કૂલ 149 અતારાંકિત પ્રશ્નો મળ્યા અને 63 અતારાંકિત પ્રશ્નોની યાદી મેજ ઉપર મૂકવામાં આવી હતી.
કૂલ 05 સરકારી વિધેયકો ગૃહમાં પસાર કરાયા હતાં.
ગૃહમાં 9મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર અને નાણાં મંત્રીએ રજૂ કરેલા ૠજઝ રીફોર્મ માટેના અભિનંદન પ્રસ્તાવનો સર્વાનુંમતે સ્વીકાર કરાયો હતો. સત્રના છેલ્લા દિવસ 10મી સપ્ટેમ્બરે વોકલ ફોર લોકલના પ્રસ્તાવ પર વિચારણા કરાઈ હતી. સમગ્ર સત્ર દરમિયાન પોઈન્ટ ઓફ ઓર્ડરનો એક મુદ્દો ઉપસ્થિત થયો હતો. સત્ર દરમિયાન કુલ-07 સમિતિની બેઠકો મળી અને જુદી જુદી સમિતિઓના કુલ-09 અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા હતાં. બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ/કોર્પોરેશનોના કુલ-23 અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા હતાં.
વર્તમાન સત્ર દરમિયાન છઠ્ઠા સત્ર દરમ્યાન વિધાનસભાએ પસાર કરેલા જેને રાજ્યપાલની અનુમતિ મળી છે તેવા 06 વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યા હતાં.06 અધિસૂચના અને 02 વટહુકમ અને 01 બાંહેધરી પત્રક તેમજ નિરીક્ષક,સ્થાનિક ભંડોળ હિસાબના સન 2016-17 અને 2017-18ના મહાનગર પાલિકાઓના ઓડિટ અહેવાલો તેમજ સને 2023-24ના વર્ષ માટેના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઑડિટ અહેવાલ, મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેનો માર્ચ 2022ના પૂરા થતા વર્ષ માટેનો અહેવાલ અને ગુજરાતમાં જિલ્લા ખનીજ નિધિ ટ્રસ્ટ સહિત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણના કામગીરી ઑડિટ પરનો અહેવાલ મેજ ઉપર મૂકવામાં આવ્યો હતો.