વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનુ ભાજપમાંથી રાજીનામુ
04:49 PM Jul 04, 2025 IST | Bhumika
વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતીનાં ઇન્ચાર્જ મહેશભાઇ રાઠોડે ભાજપમાથી રાજીનામુ આપ્યુ છે મહેશભાઇ રાઠોડે શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે પત્ર લખી જણાવ્યુ હતુ કે હું છેલ્લા 27 વર્ષ થી ભાજપ સાથે જોડાયેલ છું આ 27 વર્ષ ની મારી સેવા દરમિયાન મેં વોર્ડ 12(પુર્વ વોર્ડ 21) મા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ની જવાબદારી, વોર્ડ 12 જનરલ ટીમ મા કોષાધ્યક્ષ, વોર્ડ 12 યુવાભાજપ મહામંત્રી, વોર્ડ 12 ઉપપ્રમુખ (2 ટર્મ), શક્તિકેન્દ્ર નંબર 3 મા ઈન્ચાર્જ 2 ટર્મ આવી અનેક જવાબદારી મે નીભાવી છે. આ ગાળા દરમિયાન મે 3 વાર મહામંત્રી, અને છેલ્લે વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપવા માટે મે માગણી કરેલ હતી. પરંતુ ભાજપ પ્રત્યે ની મારી નિષ્ઠા, વફાદારી, અને યોગદાન નોંધ લીધેલ નથી. જેથી હું આજથી ભાજપ માથી રાજીનામુ આપુ છુ રાજીનામુ આપતા ઘણુ દુ:ખ થાય છે. પરંતુ બીજો કોઈ વિકલ્પ નથી.
Advertisement
Advertisement