પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી
પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી. અને આસામ સરકાર તરફથી સહાય આપવામાં આવી હતી.
આસામના જળ સંશાધન મંત્રી પિયુષ હજારીકાએવ મૃતક યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર ના પરિવારજનોને તેમના નિવાસસ્થાને જઈ મળ્યા હતા. અને આસામ સરકાર તરફ થી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ ની સહાય આપવામાં આવી હતી. અને આસામના મુખ્યમંત્રી નો શોક સંદેશો પણ આપવામાં આવ્યો હતો મૃતકો ના પરિવારજનોએ નોકરી આપવા મંત્રી સમક્ષ કરી રજુઆત હતી.
આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારીકા ની સાથે શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, કોર્પોરેટર વર્ષાબા પરમાર , પરેશભાઈ પંડ્યા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.