રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતમાં પ્રથમ વખત એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે

01:29 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

ભારતને પહેલી વખત એશિયાઈ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી છે. આ ચેમ્પિયનશીપ કરાવવા માટે ગુજરાત આગળ આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 2026માં અમદાવાદ કે પછી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવશે. ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેણે એશિયન વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી હતી, જેને મંજુર કરવામાં આવી હતી.

Advertisement

તેમણે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અશ્વનીકુમાર સમક્ષ ચેમ્પિયનશિપ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વીકારવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આશ્વાસન આપ્યું કે, તેના તરફથી ચેમ્પિયનશીપનો તમામ ખર્ચો ઉઠાવવામાં આવશે. જેમાં 50 હજાર અમેરિકી ડોલરની બોલીનો ખર્ચ સામેલ છે. ભારત આ ચેમ્પિયનશીપ 2018માં કરાવવાનું હતુ પરંતુ આયોજન થઈ શક્યું નહિ. અત્યારસુધી દેશમાં સીનિયર એશિયાઈ વેઈટલિફ્ટિંગ આયોજન થયું નહિ. સહેદેવનું કહેવું છે કે, આ ચેમ્પિયનશીપ બાદ 2027ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે બોલી લગાવવામાં આવશે. એશિયાઈ ચેમ્પિયનશીપમાં ચીન,ઈન્ડોનેશિયા, ઉત્તર કોરિયા, જાપાન જેવા વેટલિફ્ટિંગના પાવરહાઉસ દેશ ભાગ લેશે.

Tags :
gujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement