For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ASI સસ્પેન્ડ

01:06 PM Aug 23, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા asi સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળતા જ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. હેડક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાનો પૈસાની માગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Advertisement

આ ઓડિયો ક્લિપના આધારે SP પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક પગલાં લીધા. તેમણે ASI અજયસિંહ જાડેજાને તરત જ સસ્પેન્ડ કરી દીધા. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. SP પ્રેમસુખ ડેલુ નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ અધિકારી તરીકે જાણીતા છે. તેમના આ નિર્ણયથી ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement