For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SRPના કર્મચારીઓ માટે ગીફ્ટ મંગાવી બિલ પાસ કરવા 1.44 લાખની લાંચ લેતાં ASI પકડાયો

04:26 PM Nov 20, 2025 IST | Bhumika
srpના કર્મચારીઓ માટે ગીફ્ટ મંગાવી બિલ પાસ કરવા 1 44 લાખની લાંચ લેતાં asi પકડાયો

Advertisement

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે બે વ્યક્તિઓને ₹1,44,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે. આરોપીઓમાં એક SRP જવાન છે જે ગોધરા ખાતે તૈનાત છે અને બીજો આરોપી અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. જેનું નામ રોશનકુમાર ભુરીયા છે જે ‘ધ કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળી’, SRP ગોધરા ખાતે મંત્રી પદે છે.આ સિવાય ડામોર પ્રિન્સ ઉર્ફે વિકી સુપરવાઇઝર (કોન્ટ્રાક્ટ બેઝ) તરીકે સોલિડ વેસ્ટ કલેક્શન ડિપાર્ટમેન્ટ, પૂર્વ ઝોન, અમદાવાદ મહાનગરપાલિકામાં છે.જેમણે 51,000ની લાંચ માંગી હતી.

લાંચની માંગણી કરતાં ફરીયાદી દ્વારા રકઝક કરી આરોપી નં-1 ના કહેવાથી તા.15/11/25નાં રોજ આરોપી નં-2ને રૂૂ.97,000/- રોકડા આપ્યા હતા.જેમાં ₹1,44,000 આજરોજ આપવા નો વાયદો થયો હતો.

Advertisement

ફરિયાદી એક ગિફ્ટ આર્ટિકલ સપ્લાયર (અિશિંભહય તીાાહશયિ) છે. સપ્ટેમ્બર-2025માં આરોપી રોશનકુમાર ભુરીયાએ પોતાની સહકારી મંડળીના 670 સભ્યોને વાર્ષિક ભેટ આપવા 670 ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપતી વખતે જ તેણે ‘થોડો ઘણો વ્યવહાર કરવો પડશે’ એમ ઈશારો કર્યો હતો.13 નવેમ્બરે ફરિયાદીએ સામાન પહોંચાડી દીધો અને ₹8,37,500નું બિલ બનાવ્યું. ચુકવણી થયા પછી રોશનકુમારે બિલની રકમના 30% એટલે કે ₹2.51 લાખની લાંચ માંગી.

ફરિયાદીએ વાંધો ઉઠાવતાં રોશનકુમારે પોતાના મિત્ર વિકી ડામોરને મોકલ્યો.15 નવેમ્બરે ફરિયાદીએ વિકી ડામોરને ₹97,000 આપ્યા અને બાકીના ₹1.44લાખ 19 નવેમ્બરે આપવાનું નક્કી થયું. પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનું નામંજૂર કરતાં સીધા ACBનો સંપર્ક કર્યો.આજે સવારથી જ ટીમ ફરિયાદીની ઓફિસમાં હાજર હતી. બપોર પછી રોશનકુમારની સૂચના મુજબ વિકી ડામોર ઓફિસે પહોંચ્યો, હેતુલક્ષી વાતચીત કરી અને ₹1.44 લાખની લાંચ સ્વીકારી લીધી. તે જ ક્ષણે ACBની ટીમે તેને રંગેહાથ પકડી પાડ્યો.બીજી ટીમે રોશનકુમાર ભુરીયાને તેની ફરજના સ્થળે એટલે કે ઓઢવ રિંગ રોડ પરના અખઈ પાર્કિંગ થી ઝડપી લીધો હતો .બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાઈ ગયો છે અને વધુ તપાસ ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement