દુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન લંબાવાયા
ગુજરાત હાઈકોર્ટ તરફથી લંપટ આસારામને રાહત મળી છે. હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી આસારામના હંગામી જામીન 3 સપ્ટેમ્બર સુધી ગ્રાહ્ય રાખ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજસ્થાન હાઇકોર્ટના આદેશના આધારે 3 ડોક્ટરની પેનલના રિપોર્ટના આધાર પર હાઇકોર્ટ ખાસ નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી વધુ થશે.
અમદાવાદમાં ગત રોજ આસારામની તબિયત બગડતા સિવિલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારમને મેડિકલ તપાસ માટે ગત સવારે 10.45 કલાકે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલમાં VVIP ટ્રીટમેન્ટ મળી હોવાનું સામે આવ્યું છે. આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર બિછાવવામાં આવી હોવાનું અને સામાન્ય દર્દીઓને પ્રવેશબંધી ફરમાવાઇ હોવાનું સામે આવ્યું હતું.