દશેરા આવતા મેઘરાજાએ ઘોડું દોડાવ્યું, અઠવાડિયા સુધી હળવા વરસાદની આગાહી
રવિવાર-સોમવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં પડશે
આજે સવારથી ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આજે સવારે આણંદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે શુક્રવારે અને શનિવારે એટલે કે નોમ અને દશેરાના દિવસે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સાથે શુક્રવાર અને શનિવારે વડોદરા, ભરૂૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી.13મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સોમવારે 14મી તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ તથા વડોદરા, ભરૂૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, મંગળવારે 15મી તારીખે અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
16મી તારીખે અને બુધવારે વરસાદની તીવ્રતા ઓછી થવાની આગાહી છે. બુધવારે નવસારી, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.