નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન
શહેર ભગવા રંગે રંગાયું : હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી વિશાળ કાર રેલી યોજાઈ
યુવા ભાજપ દ્વારા 2000 બાઇકના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ મેદાન સુધી અદકેરૂ સ્વાગત
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત અધ્યક્ષ જગદિશ વિશ્ર્વકર્મા હાલ ગુજરાતની મુલાકાત લઇ રહયા છે તેમનુ ઠેર-ઠેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવે છે ત્યારે નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા રાજકોટ આવતા હોવાથી શહેર અને જિલ્લા ભાજપનાં કાર્યકર્તાઓમા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખને આવકારવા માટે ભાજપ દ્વારા સંપુર્ણ તૈયારી કરવામા આવી હતી. જગદિશ વિશ્ર્વકર્મા ખાસ વિમાન મારફત હિરાસર એરપોર્ટ પહોચ્યા અને ત્યા શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યા બાદ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી કાર રેલી યોજાઇ હતી. તથા ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ સુધી શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજવામા આવી હતી. નવનિયુકત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માને આવકારવા રેસકોર્ષ મેદાનમા ખાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો આ અભિવાદન સમારોહમા 20 હજારથી વધુ લોકો હાજર રહયા હતા.
આજ રોજ સાંજે હિરાસર એરપોર્ટ ખાતે નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું આગમન થતાં રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તેમનું સ્વાગત 200 કાર રેલી સાથે કરવામાં આવ્યુ હતુ જયારે રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડીથી રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે 2000 બાઈક રેલીનું યોજાઇ હતી શહેર ભાજપના મુખ્ય આગેવાનો અને શહેર શ્રેષ્ઠીઓ અસંખ્ય કારોના કાફલા સાથે રેલીના સ્વરૂૂપે મુખ્ય કાર્યક્રમના સ્થળ સુધી પહોચ્યા હતા આ તકે રાજકોટ શહેરના તેમના રૂૂટ ઉપર તેમજ રાજકોટ શહેરના તમામ મુખ્ય ચોક અને બ્રીજમા તેમના સ્વાગત માટે તેમને આવકારતાં બેનર, હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યા હતા . સમગ્ર રાજકોટ શહેર ભગવા રંગે રંગાઈ ગયુ છે. પ્રદેશ અધ્યક્ષના સ્વાગત અને અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષનું ચોપડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ અને આ ચોપડા જરૂૂરીયાત મંદને વિતરણ કરવામાં આવશે.
આ અભિવાદન અને સ્વાગત માટે સમગ્ર સૌરાષ્ટ્રના 100 થી વધુ સાધુ સંતો તેમના વિશાળ સંખ્યામાં અનુયાયીઓ સાથે ઉપસ્થિત રહયા હતા તેમના માટે અલગ સ્ટેજની વ્યવસ્થા કરાઇ હતી તેમનુ સ્વાગત કમીટી દ્વારા શાલ ઓઢાડી અદકેરૂૂ સન્માન પણ કરાયુ પ્રદેશ પ્રમુખને આવકારવા શહેર-જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા તડામાર તૈયારી કરવામા આવી હતી તેમજ સાંસદ - ધારાસભ્ય, શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.