રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તરુણીને ફસાવી દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર બન્ને આરોપીની ધરપકડ

06:19 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

બ્યુટીપાર્લર ચલાવતી મહિલાની મદદગારીથી ખરાબ કામ કર્યુ : આ કૃત્યથી તરુણી ડિપ્રેશનમાં આવી ગઇ

Advertisement

કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતાં નિતીન (ઉ.વ.35)એ એક તરૂૂણીનો ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરી મળવા બોલાવ્યા બાદ મોહજાળમાં ફસાવી તેની પરિચીત મધુબેન કિરીટભાઈ ધકાણ (ઉ.વ.39, રહે.આનંદનગર મેઈન રોડ)ના મકાનમાં લઈ જઈ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાનો અને સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય આચર્યાનો ચોંકાવનારો બનાવ ભક્તિનગર પોલીસમાં જાહેર થયો હતો.જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભોગ બનનાર તરૂૂણીના પિતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે,તેની પુત્રી છેલ્લા દસ પંદર દિવસથી ખુબ જ ઉદાસ રહેતી હતી.એટલું જ નહીં ઘણી વખત ખૂબજ રડતી પણ હતી.બે-ત્રણ વખત તેને પૂછયુ હતું.પરંતુ કંઈ કહ્યું ન હતું.તેની પુત્રી બોર્ડમાં અભ્યાસ કરતી હોવાથી શરૂૂઆતમાં તેને ભણવાનું ટેન્શન હશે તેવું લાગ્યું હતું.પરંતુ ગઈકાલે તેની પુત્રી ખુબ જ ઉદાસ જોવા મળી હતી.જેથી ફરીથી તેને બોલાવીને સમજાવી પૂછતાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી.
તે સાથે જ તેણે કહ્યું કે નિતીન અંકલ તેને ડરાવીને એક આન્ટીને ત્યાં બોલાવી તેની સાથે ખુબ જ ખરાબ કામ કરે છે.આ વાત સાંભળી તેને ખુબ જ આઘાત લાગ્યો હતો. જેથી તેણે પત્નીને સાથે રાખી પુત્રીને સમજાવટ કરી પૂછતાં તેણે એક મોબાઈલ ફોન કાઢી આપ્યો હતો.જેમાં તેની પુત્રીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યું હતું.તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નિતીને તેની પુત્રીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.એટલું જ નહીં મોબાઈલ ફોન પણ લઈ આપ્યા બાદ તેને કોઈ લાલચ આપી તેની સાથે ફોનમાં વાતચીત શરૂૂ કરી હતી.

આ ઉપરાંત પોતાના જાણીતા મધુબેન કે જે અગાઉ વિરાટનગરમાં રહેતા હતા અને હાલ આનંદનંગરમાં રહી બ્યુટી પાર્લર ચલાવે છે, તેના ઘરે તેની પુત્રીને બોલાવી અવાર-નવાર ડરાવી, ધમકાવીને દૂષ્કર્મ અને સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.ભક્તનગર પોલીસના પીઆઈ એમ.એમ.સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ બંને આરોપીઓ વિરૂૂધ્ધ દૂષ્કર્મ, સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ઝડપી લઈ તપાસ જારી રાખી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement