રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તળાજા યાર્ડમાં વેપારી સાથે ઠગાઈ કરનાર શખ્સની દિલ્હી માંથી ધરપકડ

11:44 AM Oct 14, 2024 IST | admin
Advertisement

મોબાઈલ ટ્રેસ કરી ત્રણ દિવસ ચાલેલા ઓપરેશનમાં પોલીસને મળેલી સફળતા

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમા મહાદેવ ઓનીયન નામની પેઢી ધરાવી ને ડુંગળી સહિતની જણસ નો વેપાર કરનાર તથા ગત.જિલ્લા પંચાયત ચૂંટણી સમયે પાવઠી બેઠક પરથી કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડનાર હરજીભાઈ વશરામભાઈ ડોડીયા ને ડુંગળી ની ગત સીઝનમાં દિલ્હીના બે ઠગ વેપાર ના નામે ચુનો ચોપડી ગયા હતા. વેપારી હરજીભાઈ ડોડીયા એ તળાજા પોલીસને ફરિયાદ આપી હતીકે દિલ્હી ના બે ઈસમો અનિલ શર્મા અને શિવકુમાર રાય આ બંને અહીં ડુંગળી ની ગત સીઝનમાં અહીં ખરીદી માટે આવ્યા હતા. અમુક સમય સાથે વેપાર કરીને વિશ્વાસ જીતી લીધો હતો.બાદ છ જેટલા ટ્રક ભરીને અહીંથી ડુંગળી મોકલી હતી.

જેનું પેમેન્ટ 18લાખ જેટલું લેવાનું થતું હોય બંને ઈસમો મહિનાઓ વીતવા છતાંય આપતા નહતા.છેતરપીંડી ની ફરિયાદ ને લઈ તળાજા પો.સ.ઇ ચેતન મકવાણા તથા ચુનંદા સ્ટાફ સાથે બંને આરોપીને ઝબ્બે કરવા માટે પોલીસ દિલ્હી પહોંચી હતી.પો.સ.ઇ મકવાણા ના જણાવ્યા મુજબ જે આધારકાર્ડ અહીં વેપારીને આપવામાં આવ્યુ હતુ તે ખોટું હોય પકડવા થોડા મુશ્કેલ હતા.પરંતુ બંને ના મોબાઈલ નંબર ભાવનગર પોલીસ સાથે સંકલન કરી ટ્રેસ કરવા,કોની સાથે ક્યાં વાત કરી તેના ઈઉછ ચેક કરવા,દિલ્હી ઉપરાંત ફૈઝાબાદ, આઝાદ નગર,નોઈડા યાર્ડના વેપારીઓને મળી તથા મળતા લોકેશન વિસ્તાર ની રેકી કરવા સહિતની ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી.
પોલીસ માટે પડકાર એ હતોકે જે સોસાયટી મા એકઠગ નું લોકેશન ટ્રેસ થતું હતું.

ત્યાં ચારસો મકાન હતા.આરોપીને જોયે પોલીસ ઓળખતી ન હતી.આથી તે વિસ્તારમાં સતત ત્રણ દિવસ રોકાઈ ને ટીમ બનાવી સ્થાનિક અજાણ્યા વ્યક્તિ ને મિત્ર બનવવામાં આવેલ.તેની પાસેથી માહિતી મેળવ્યા ઉપરાંત પોલીસે એપણ શોધી કાઢ્યું કે આરોપી એકીસાથે બે પાંચ કલાક ક્યાં વિતાવેછે તેની પાકી ડિટેઇલ મેળવી વહેલી સવારે એક આરોપીને ઉઠાવી લેવામાં સફળતા મળતા બે ટીમ પાડી ને એક આરોપીને લઈ તળાજા રવાના કરવામાં આવી હતી.બીજી ટીમ બીજા આરોપી ને શોધવા ફરી ને મહેનતે લાગીહતી.

એ બીજા આરોપીનું લોકેશન દિલ્હી નહિ ગુજરાત અને તે પણ ભાવનગર ના નિરમા ના પાટીયે આવેલ હોટલ નું દેખાડતા ભાવનગર પોલીસ ની મદદ લઇ દબોચી લેવામાં આવ્યો હતો. આ કામગીરીમા પો.સી.ઇ સી.એચ.મકવાણા તથા હે.કો દિનેશ માયડા,યોગરાજસિંહ વાળા,નિકુંજ મહેરા, ભાવેશ બારૈયા, ડ્રાઇવર પ્રવિણસિંહ જોડાયા હતા.ઉલ્લેખનીય છેકે પોલીસ આરોપી ને ઉઠાવી ને અહીં પહોંચી તેની સાથે સાથેજ આરોપીના પરિવાર જનોએ અહીં આવી વકીલ જામીન સહિતની વ્યવસ્થા કરી લીધી હતી.જે આરોપીને શોધતા ત્રણ દિવસ થયા તેને કોર્ટમા રજૂ કરતા જામીન મળી ગયાહતા.

Tags :
bhavnagarnewsgujaratgujarat newsperson who cheated the businessman
Advertisement
Next Article
Advertisement