ચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષતામાં ચોરવાડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણી બાબતે મહત્વની બેઠક બોલાવેલ હતી જેમા 100 જેટલા નવયુવાનો ભાજપ છોડી કોંગ્રેસનો હાથ અને સાથ અપનાવેલ હતો,
ચોરવાડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણી બાબતે મહત્વની બેઠકમાં અનુસુચિત જાતિ મોરચાના ભાજપ શહેર પ્રમુખ લખમણભાઈ બોદાભાઈ ચાવડા, સુનિલભાઈ વાઢેર, ભરતભાઇ હીરાભાઈ ચુડાસમા, મેરૂૂભાઈ ગળચર, પુંજાભાઈ ચાવડા, પરબતભાઇ ચાવડા, નારણભાઇ ચાવડા, રૂૂડાભાઇ ચાવડા, દેવાભાઇ ચાવડા, લાખાભાઇ ચાવડા, નાથાભાઈ ચાવડા, લખમણભાઈ ચાવડા, પરબતભાઇ ચાવડા, ખીમાભાઇ ચાવડા, લાખાભાઇ વાઢેર, દેવશી વાઢેર, પિયુષ ચુડાસમા, જયેશ સેવરા, કમલેશ ચુડાસમા, અજય સેવરા, ડાયા ચુડાસમા, રાજેસ વાજા, જીતેસ વાઢેર, વિજય વાઢેર, પંકજ પંડિત વગેરે યુવાનોને ધારાસભ્ય દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ હતા. આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપે તેની સાથે રહેવા અને જવાબદારી કાર્યોકારોને સોપવામાં આવી હતી. નગરપાલિકામાં કોંગ્રેસની સાથે 24 સીટની જીતે તે અંગે રણનીતિ અને રૂૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આપણું શહેર સ્વચ્છ અને સુંદર બનાવવા અને છેવાડા માનવી સુધી લોકોના કામોને વેગ મળે તેવી ધારાસભ્ય વિમલભાઈ દ્વારા જણાવેલ હતું. આ મહત્વલક્ષી મિટિંગમાં પૂર્વ નગરસેવકો, આગેવાનો તથા કાર્યકરો બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હોવાનું ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ યાદીમાં જણાવેલ છે.