For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માલવણ હાઇવે પર આર્મી જવાનોની કારને અકસ્માત નડયો, ડ્રાઇવરનું મોત

12:14 PM Feb 11, 2025 IST | Bhumika
માલવણ હાઇવે પર આર્મી જવાનોની કારને અકસ્માત નડયો  ડ્રાઇવરનું મોત

Advertisement

ધ્રાંગધ્રા આર્મી કેમ્પના ત્રણ જવાનોને માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો છે. અમદાવાદથી ધ્રાંગધ્રા આર્મી કેમ્પ તરફ જતી ફોર્ડ ઇકો સ્પોર્ટ્સ કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. નાની મજેઠી ગામ નજીક મુરલીધર હોટલ પાસે કારનું ટાયર ફાટતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ચલાવી રહેલા 29 વર્ષીય રાજેશ કોમલ પટેલ (રહે. બધાવર, આઝમગઢ, ઉત્તરપ્રદેશ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ગાડીમાં સવાર અન્ય બે જવાનો વિદુલ સુરેશભાઇ ભોસલે અને બીરન્જે રવિન્દ્ર મનોહર જાતે જ ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલ જવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાજેશ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે જવાનોની સારવાર શરૂૂ કરવામાં આવી છે. બજાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારી એસ.એમ.કણઝરીયા કેસની તપાસ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement