રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માતા-પિતા સાથે ઝઘડો કરતા પુત્રને સમજાવવા જનાર યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા

11:45 AM Aug 17, 2024 IST | admin
Advertisement

ધ્રોલની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે વિચિત્ર ઘટના બની છે. એક શખ્સ પોતાના માતા પિતા સાથે ઝઘડો કરી રહ્યો હતો, જે પાડોશી જોઈ નહીં શકતાં તેને સમજાવવા અને માતા-પિતા સાથે ઝઘડો કરવાની ના પાડવા જતાં કપાતર ઉસકેરાયો હતો, અને પાડોશી યુવાન પર ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રાજકોટ હાઇવે રોડ પર રહેતા સાગર હરસુખભાઈ પરમાર નામના 24 વર્ષના દેવીપુજક યુવાને પોતાના ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા લખન સુખાભાઈ સાડમીયા નામના દેવીપુજક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી લખન, કે જે પોતાના ઘેર માતા-પિતા સાથે ઝઘડો કરી રહ્યો હતો, દરમિયાન પાડોશમાં જ રહેતા ફરીયાદી સાગર પરમારે તેના ઘેર જઈ ઝઘડો નહીં કરવા માટેની વાત કરી હતી, અને માતા-પિતા સાથે ઝઘડો કરતાં અટકાવ્યો હતો.

દરમિયાન આરોપી લખન ઉશ્કેરાયો હતો, અને ઘરમાંથી વલાકડાનો ધોકો કાઢીને ફરિયાદી યુવાન પર હુમલો કરી દઇ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી, જેથી મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો છે.

Tags :
attactgujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Next Article
Advertisement