For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંત્રી વધે તે પહેલાં નવી 21 GIDC સ્થાપવા મંજૂરી

01:57 PM Dec 04, 2024 IST | Bhumika
જંત્રી વધે તે પહેલાં નવી 21 gidc સ્થાપવા મંજૂરી
Advertisement

જમીન સંપાદન મોંઘું પડે તેમ હોવાથી પ્રક્રિયા ઝડપી બનાવાઈ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં નવી 21 જીઆઇડીસીનો પ્રારંભ કરવામાં આવશે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ નવી જીઆઇડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે. તે સાથે નવા વિસ્તારોમાં જીઆઇડીસી શરૂૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.

Advertisement

ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે. નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે 21 પૈકી જે જીઆઇડીસીમાં જમીન સંપાદન કરવાની બાકી છે, તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછી તેમાં રોડ-રસ્તા, વીજળી, ડ્રેનેજની સુવિધા અને પ્લોટિંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે. ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસિત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના 50 ટકા, મધ્યમ વિકસિત હોય તો જંત્રીના ભાવના 25 ટકા અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નક્કી કરાયું છે પરંતુ તે તાલુકા અને જિલ્લામાંથી મહત્તમ કનેક્ટિવિટી ધરાવતું હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઉદ્યોગ મંત્રી રાજપૂતના કહેવા મુજબ સરકારની પ્રોત્સાહન નીતિના કારણે સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગોને વિકસવાની તક મળી રહી છે. વિવિધ જિલ્લાના કેટલાક નવા તાલુકાનો પણ સમાવેશ કરાયો છે જ્યાં નવી વસાહતની સ્થાપના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કુલ 239 જેટલી જીઆઇડીસી છે, જેમાં 70 હજાર કરતા વધુ રોકાણકારો છે. લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂૂ કરવાની માગણી પણ સ્થાનિક ઉદ્યોગકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાઇ રહી હતી. 21 નવી જીઆઇડીસી શરૂૂ કરવાની કામગીરી ફાઇનલ કરી દેવાઇ છે.

કયા જિલ્લાના સ્થળે નવી જીઆઇડીસી

બનાસકાંઠા-અલીગઢ
બનાસકાંઠા-યાવરપુર
બનાસકાંઠા-દૂધવા
મહેસાણા-મલેકપુર
પાટણ-પૂનાસણ
ગાંધીનગર-કડજોદરા
અમરેલી-સામપાદર
જૂનાગઢ-ગળોદર
ભરૂૂચ-ભીમપુરા
પાટણ-માનપુરા
બનાસકાંઠા-લવાણા
જૂનાગઢ-માળીયા હાટીના
મહેસાણા-નાની ભલુ
મહેસાણા-જોટાણા
ગીર સોમનાથ-નવા બંદર
રાજકોટ-વીંછિયા
છોટાઉદેપુર-લઢોદ
ખેડા-જેસપુરા-મીઠાપુરા
આણંદ-કહાનવાડી
મહીસાગર-બાલાસિનોર
ખેડા-મહુધા

Advertisement
Tags :
Advertisement
Advertisement