રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાની સ્ટેન્ડિંગમાં રૂા.14.17 કરોડના ખર્ચને બહાલી

11:58 AM Jul 12, 2024 IST | admin
Advertisement

કમિટીની બેઠકમા વિકાસ કામોના અનેક પ્રોજેકટોને મંજુર

Advertisement

જામનગર મહાનગપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં કુલ રૂૂ.14 કરોડ 17 લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવા આવી હતી. આજ ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 8 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા , ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઈચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહયા હતાં. રણમલ તળાવ ગેઇટ નં. 3 થી 6 માં ડેમેજ થયેલ દિવાલો ને ડીમોલેશન કરી નવી આર.સી.સી. વોલ બનાવવાના કામ માટે રૂૂા. 1.66 કરોડ મંજુર મંજૂર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગર સેવા સદન-1 ના હૈયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા. 1 કરોડ મંજુર કરવામાં આવ્યાં હતાં સીલેકશન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ વર્ક શોપ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 99.98 લાખ , અને સીલેક્શન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ પબ્લીક અવેરનેસ એકટીવીટી એક્ઝીબશન ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્ન ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 99.97 લાખ અને સીલેક્શન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ સેમીનાર ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 99.99 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના સને 2024-25 ના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂૂા. 5 લાખ , આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5,9,13 અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના સને 2024-25 નાં વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂૂા. 5 લાખ , આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ માટે વાર્ષિક રૂૂા. 5 લાખ મંજુર આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10,11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ માટે વાર્ષિક રૂૂા. 5 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 7.50 લાખ મંજુર , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે વાર્ષિક રૂૂ. 7.50 લાખ મંજુર નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં. 5 પંચવટી સોસાયટીમાં સી.સી. રોડનુ કામ , વોર્ડ નં. 5 માં પાર્ક કોલોની જયંત એપાર્ટમેન્ટવાળી શેરીમાં અને કુમાર હેરઆર્ટવાળી શેરીમાં સી.સી. બ્લોકના કામ મા દરખાસ્તની વિગતે સ્થળ ફેરફાર મંજુર કરાયું હતું વોર્ડ નં. 2 માં પુનિતનગર, બાપા સીતારામની મઢુલી પાસે રાંદલનગર, કે.પી. શાહની વાડી તથા રામેશ્વરનગર પાઈપ ગટર બનાવવા કામ અંગે રૂૂા. 15 લાખ, આઉટ ગ્રોથ એરિયાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. 16 આર્શીવાદદીપ સોસાયટી પાસેના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-2) ના કામ માટે રૂૂા. 43.94 લાખ , વોર્ડ નં. 16 આર્શીવાદદીપ સોસાયટી પાસેના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-1) ના કામ માટે રૂૂા. 21.59 લાખ નાં ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂૂા. 5 લાખ , અમૃત 2.0 યોજનાની ગ્રાન્ટ હેઠળ જામનગર શહેરમાં વોર્ડ નં. 15 માં આવેલ રે.સ. નં. 1302 પૈકીની જગ્યામાં 4.72 એમ.એલ.ડી. લીફટીંગ પમ્પીંગ સ્ટેશન અને મેઈન્ટેનન્સના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા. 5.41 કરોડ , અમૃત 2.0 યોજનાની ગ્રાંટ તેમજ અન્ય સરકારી યોજના હેઠળ ચાલતા જામનગર મહાનગર પાલિકાની ભુગર્ભ ગટરના કામોની તમામ કામગીરી માટે સર્વે, ડીઝાઈન, ડીપીઆર અને ડીટીપી તૈયાર કરવા તેમજ સુપરવીઝન વગેરે સાથે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસ્લટન્ટ (પીએમસી) ના કામ અંગે જીયુડીએમ દ્વારા ફાઈનલાઈઝ થયેલ ક્ધસ્લટન્સી ફી પ્રોજેક્ટ કોસ્ટ અનુસાર ચુકવવાનું મંજુર કરવામાં આવ્યું હતું. પ્રણામી ટાઉનશીપ-3, ધનઅપૂર્વ સોસાયટી, ફીયોનીકા સોસાયટી, વેલનાથ કોળીનો દંગો, સાંઇરામ પાર્ક, કૈલાશ ધામ, જયંતમીલથી ગઢવાળી સ્કુલ, માધપુર ભુંગા રજાકભાઈના ઘરની પાછળ, મોરકંડા રોડ ગોલ્ડન રેસીડેન્સી, નુરબાગ-1 અને 2 તથા યોગીધામ વિસ્તારોમાં પ્રોવાઈડીંગ, સપ્લાઇંગ, લોવરીંગ, લેઈગ, ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ 100 એમ.એમ. ડાયાથી 200 એમ.એમ. ડાયા ના ડી.આઇ. કે-7 પાઇપ લાઈનના કામ અંગે રૂૂા. 1.33 કરોડ , હરીયા કોલેજ રોડ સાંઢીયા પુલ જામનગરના રે.સ. નં. 1350 થી કનસુમરા ગામ રે.સ. નં. 9 સુધીના 18 મી. પહોળા રેલ્વે ટ્રેકને સમાંતર ડી.પી. રોડની અમલવારી અંગે વિકાસ યોજના મુજબ લાઇન દોરી નક્કી કરવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત નો સૈધ્ધાંતિક સ્વીકાર કરી લાઈન દોરી નકકી કરવાનું મંજુર કરાયું હતું મહાનગર સેવા સદનની માલ મિલકતોનું રક્ષણ પુરૂૂ પાડવા સેવા આપતી એજન્સીની સેવાઓ માટે રૂૂા. 20.06 લાખ ,.સ્ટેજ-મંડપના કામ અંગે વાર્ષિક રૂૂા. 30.75 લાખ નું ખર્ચ અને બેનર બનાવવાના કામ અંગે વાર્ષિક રૂૂા. 5.60 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું વેટરનીટી ડોકટરની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝથી નિમણુંક આપવા અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે 11 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું હતું.

જામનગર ઔધોગીક વસાહત-2 અને 3 તથા રેસીડન્ટ ઝોનના ઉદ્યોગકારોને વ્યાજમાફીની સ્કીમ આપવા અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે તા. 15-07-2024 થી તા. 31-07-2024 સુધી જામનગર શહેરની હદમાં સમાવિષ્ટ તમામ કેટેગરી ના મિલ્કત ધારકો ને વ્યાજમાફી આપવાનું મંજુર રખવામા આવ્યું હતું આ ઉપરાંત અધ્યક્ષત સ્થાને થી દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં ડે. સેક્રેટરી અને ઇચા. સેક્રેટરી અશોકભાઈ પરમાર નાં રાજીનામાનો સ્વીકાર કરી મંજુર કરવામાં આવે છે. અને બહાલી આપવામાં આવે છે અને ડે. સેક્રેટરી હિતેનભાઇ બુધ્ધભટ્ટી ને આપવામાં આવેલ ચાર્જને બહાલી આપવામાં આવે છે. અન્ય દરખાસ્ત મા શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી/નાગમતી નદીના પટમાં તા. 20-08-2024 (શ્રાવણ વદ-1) થી તા. 03-09-2024 (શ્રાવણ વદ અમાસ) સુધી આયોજન કરવા ની નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ આજ ની બેઠક મા કુલ રૂૂ.14 કરોડ 17 લાખ નાં વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Next Article
Advertisement