કટારિયાથી કણકોટ ચોકડી સુધીના રિંગ રોડ-2ના ફોરલેન કામને મંજૂરી
મનપા દ્વારા રૂા.31 કરોડના ખર્ચે ફેઇઝ-3નું કામ શરૂ કરાશે, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ
અબજોના કામોમાં લોલંલોલ, આવતીકાલની સ્ટેન્ડિંગમાં સંકલન કમિટી 30 મિનિટમાં 68 દરખાસ્તનો અભ્યાસ કર્યા વગર મંજૂર કરી દેશે
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળનાર છે. કમિશનગર વિભાગ દ્વારા અલગ-અલગ કામોની 84 દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેનો ખર્ચ અબજો રૂપિયા થવા જાય છે. ત્યારે ગઇકાલે સંકલન સમિતિની બેઠકમાં 30 મીનિટની અંદર તમામ દરખાસ્તનો અભ્યાસ કરીને મંજૂરી પણ આપી દેવાશે. જે અતિશ્યોકતી લાગે છે. કારણકે 84 દરખાસ્ત વાચતા જ 30 મીનિટ જેટલો સમય પ્રસાર થઇ જાય છે તો અગત્યની એક એક દરખાસ્તનો અભ્યાસ કેવી રીતે કરાશે આથી એવી લાગી રહ્યુ છે કે, અગાઉથી બધુ ગોઠવાઇ ગયુ હોય તેમ ફકત સંકલનના નામે દરખાસ્ત મજૂર કરવા માટે સ્ટેન્ડિંગ બોલાવવામાં આવતી હોય તેવુ લાગી રહ્યુ છે.
આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 84 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જે પૈકી જામનગર રોડથી શરૂ થયેલ રીંગરોડ-2 ફેઇઝ3નું કામ આગળ ધપાવવામા આવશે. કાલાવડ રોડ પર આવેલા કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો રીંગરોડ-2 ફોરલેન બનાવવાની માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
રૂા.31 કરોડના ખર્ચે ફેઇઝ-3નું કામ પૂરુ કરવામાં આવશે. જેની દરખાસ્ત આવતી કાલે મંજૂર થયા બાદ કામ શરૂ કરાશે તેવી જ રીતે મનપાના કર્મચારીઓને તબીબી આર્થિક સહાય સહિતની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે.
આવતીકાલે મેલેરીયા વિભાગના મશીન રીપેરીંગ તથા ઝૂ ખાતે પાણીઓને લીલો ચારો સપ્લાય કરવા તથા અલગ-અલગ વોર્ડમાં ભૂગર્ભ ગટરનું કામ તેમજ પેવીંગ બ્લોક અને મનપામાં નવા ભળેલા મુજંકામાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી તેમજ વોટર ઓપરેશન, ફિલ્ટર પ્લાન્ટ, મેનટનેશ અને પાર્ટટાઇમ સફાઇ કામ કરવા તેમજ રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્નિવલના ડેકોરેટીવ માટે ક્ધસલટન્ટની નિમણુક સહિતની દરખાસ્ત આવતીકાલે મંજૂર કરવામાં આવશે.
રેસકોર્સની સ્કેટિંગ રિંગ 3.25 લાખમાં બે વર્ષ માટે ભાડે અપાશે
રેસકોર્સ સંકૂલ સ્થિત સ્કેટિંગ રીંગ કોચીંગ માટે ભાડેથી આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સંસ્થા કે એકેડમીને બે વર્ષ માટે ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં સૌથી ઉચા ભાવ 3.25 લાખ આવતા હવે સિધ્ધાર્થ વ્યાસની એકેડમીને ભાડેથી આપવા માટેની દરખાસ્તા આવતીકાલની સ્ટેન્ડિંગમાં મજૂર કરવામાં આવશે.
કણકોટ રોડ ઉપર બનશે રૂા.27 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ
મનપાના વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.27 એફપી નં.2(બી)માં મવડી સ્મશાનથી આગળ કણકોડ રોડ ઉ5ર ગોલ ટવીન્સ બિલ્ડિંગ પાસે કોમ્યુનિટી હોલ બનાવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અંદાજે 4307 ચોરસ મીટર એરીયામાં સેલર, ગ્રાઉન્ડ ફોલર પ્લસ ચાર માળના બાંધકામો સમાવેશ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફોલપર 21 દુકાનો તથા લિફટ, સ્ટોર રૂમ તેમજ બીજા માળે 350 વ્યકિતની કેપેસીટી વાળો મેરેજ હોલ, કિંચન, ટોયલેટ તથા ત્રીજા માળે 350 વ્યકિતની કેપેસિટીવાળો એસી મેરેજ હોલ, કિંચન, ટોયલેટ અને ટેરેસ ઉપર મહેમાનો માટેના આઠ રૂમ સહિતનું બાંધકામ રૂા.26.93 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
પ્રેમમંદિર પાછળના 1056 જર્જરિત આવાસો લાભાર્થીઓને ફાળવાશે
કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળ બીએસયુપી ટુ અને થ્રી પ્રકારના 1056 આવાસો વર્ષોથી જર્જરીત હાલતમાં હતા. જેને એફોર્ડેટલ રેન્ટલ હાઉસિંગ કોમ્લેક્ક્ષ હેઠળ ભાડેથી આપવા માટેનો પ્રયાસ કરવામાં આવતા જે નિષ્ફળ જતા આ તમામ આવાસોનું સમાર કામ થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તબદીલ કરી નિયમ અનુસાર ફોર્મ બહાર પાડી લાભાર્થીઓને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્યમ પરિવારને આવાસ મળવા પાત્ર છે.
કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત મનપાએ એમઓયુ કર્યા
રાજય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, કલાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, રાજકોટ મહાનગરપાલિકા તથા ઇકલી સાઉથ એશિયા (કેપેસીટીઝ પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટીંગ એજન્સી વતી) વચ્ચે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન (એસ.ડી.સી.) દ્વારા ફન્ડેડ ‘’કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેકટ ઓન લો-કાર્બન એન્ડ કલાઇમેટ રેસીલિએન્ટ સીટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (કેપેસીટીસ)’ ફેઝ-ર અમલીકરણ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવેલ. આ પ્રોજેકટ અંતર્ગત એસ.ડી.સી. દ્વારા કલાઇમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે કુલ-8 શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજયનાં 3 શહેરો (અમદાવાદ, વડોદરા તથા રાજકોટ), તમિલનાડુ રાજયના 3 શહેરો (કોઇમ્બતુર, તિરુચિરાપલ્લી, તીરૂૂનલવેલી), ઉદયપુર તથા સિલીગુરી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ હતો.
ફુલછાબ ચોકથી હરીહર ચોક સુધીનો વોંકળો પાકો બનાવાશે
ફુલછાબ ચોક પાસે પશુના દવાખાન પાસેથી હરીહર ચોક સુધીના વોકળામાં બોકસ ગટર બનાવવાની તેમજ વોકળો પાકો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આથી રૂા.64.44 લાખના ખર્ચે વોકળો પાકો કરવાનુ કામ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર થયા બાદ શરૂ કરવામાં આવશે.
મનપા હવે બસ અને ટ્રેમ્પો બે વર્ષ ભાડેથી રાખશે
રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા સરકારના વિવિધ કાર્યક્રમોમાં શહેરીજનોને કાર્યક્રમ સ્થળે લેવા તથા મુકવા માટે આજ સુધી જરૂરીત પડે મોટા વાહનો ભાડેથી રાખવામાં આવતા હતા. પરંતુ હવે ચોક્કસ સંખ્યામાં બે વર્ષ માટે બસ તથા ટ્રેમ્પો સહિતના વાહનો ભાડે રાખવા માટે પ્રક્રિયા હાથ ધરેલ જેમા ંમીનીબસ રૂા.35 પરકિલો મીટર તેમજ બસ રૂા.45 અને રૂા.55 પ્રતિકિલો મીટર અને મોટીબસ રૂા.60 પ્રતિકિલો મીટર અને ટ્રેમ્પો ટાવેલ્સ રૂા.30 પ્રતિકિલો મીટર એસી અને નોનએસી ભાડેથી રાખવામાં આવશે તેમજ મંથલી ભાડુ પણ જરૂરત પડયે અલગથી ચૂકવવામાં આવશે.
હાઇલાઇટ
રેસકોર્સ રીંગ રોડ ડેકોરેટિવ લાઇટીંગ માટે ક્ધસલટન્ટની નિમણૂક
શહેરમાં વધુ 28 સ્થળે પે એન્ડ પાર્કિંગ શરૂ કરાશે
મવડી તપન હાઇટ્સ પાસે નવુ ફાયર સ્ટેશન બનાવાશે
રેલનગરમાં શાર્કેટ અને ફૂડ ઝોન બનશે
ભાદરથી ગોંડલ પંપીગ સ્ટેશન સુધી 1016 મીટરની લાઇન નખાશે
સ્માર્ટસિટી રૈયાખાતે વર્કીગ વૂમન હોસ્ટેલ બનાવાશે
લાયન સફારી પાર્ક માટે સાત નંગ વાહનો ખરીદાશે
નાકરાવાળી ખાતે 7.5 લાખ મેટ.ટન કચરાનું પ્રોસેસીંગ કરાશે
મુજંકા ખાતે10.5 એમએલડી કેપેસિટીનો જીએસઆર બનશે
જામનગર રોડ ઉપર સફાઇ કામદારો માટે કોમ્યુનિટી હોલ બનશે
કોઠારીયા ગામ અને લાપાસરીને જોડતો નદી ઉપર પુલ બનશે
વોર્ડ નં.6માં માંડાડુંગર વિસ્તારમાં નવી આંગણવાડી તૈયાર થશે