ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુનિ.માં BOM અને EC સભ્યોની નિમણૂકો ગેરકાયદે

05:39 PM Nov 06, 2025 IST | admin
Advertisement

કુંભારાણા, મુખર્જી, ડોડિયા, મહેતા અને ઉદાણીની નિમણૂકનું અગડમબગડમ નહીં સુધારાય તો હાઇકોર્ટમાં જવાની કોંગ્રેસ પ્રવકતાની ચીમકી

Advertisement

 

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુતે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને પત્ર લખી બી.ઓ.એમ. અને ઇ.સી. સભ્યોની નિમણુંક સામે સવાલો ઉઠાવી જણાવાયું છે કે આપના દ્વારા, આ ચુકાદાના અમલના ભાગરૂૂપે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જે સભ્યોની નિયુક્તિ થઈ છે, તે નિયુક્તિ, નિમણૂક અને પસંદગીમાં, ડો નિદત્ત બારોટ દ્વારા 7/9/2025 ના આ સાથે જોડેલ રજૂઆતમાં જુદા જુદા સ્ટેચ્યુટ ને ધ્યાનમાં રાખીને નિયુક્તિ કરવામાં આવે, તેની તકેદારી રાખવા વિનંતી કરી હતી, જે ધ્યાને લેવાય નથી. ત્યારે ભુલો નહીં સુધારાય તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે.

પત્રમાં જણાવ્યું છે કે સ્ટેચ્યુટ 42 માં દર્શાવ્યા મુજબ, કોઈ એક વ્યક્તિ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સતત બીજી વખત કોઈપણ રીતે નિમણૂક મેળવી શકતો નથી. વધુમાં યુનિવર્સિટીના કોઈપણ સત્તા મંડળના સભ્ય થવા માટે મહત્વની જોગવાઈ છે, કે નિયુક્ત થનાર કોઈ પણ વ્યક્તિ, ભૂતકાળમાં યુનિવર્સિટીની પરીક્ષા સંદર્ભે ગુનેગાર સાબિત થયો હોય અથવા તેની સામે પગલાં લેવાયા હોય, તેને સત્તા મંડળના સભ્યો બનાવી શકાતા નથી.

આ બાબતની કાયદાનુસાર રજૂઆત ધ્યાને લીધા વગર 1.સી કે કુંભારાણા BOM (Repeat), 2. સંજય મુખર્જી ઇસી, 3. જયદિપસિંહ ડોડીયા ઈસીમાં નિયુક્ત કર્યા છે. અગાઉની મારી RTI માં આપેલ જવાબ મુજબ ડો કમલ મહેતાને Peer Reviewed Research Papers "0' હતા, માટે આપના અગાઉના કુલપતિએ તેમને ગેરલાયક ગણી અને કોઈ સત્તામંડળમાં લીધા ન હતા. આપે કઈ રીતે પસંદ કર્યા તે વિચારવું રહ્યું. ડો. કમલ મેહતા અને ડો. નીતા ઉદાણી ભવનના અધ્યક્ષ તરીકે છેલ્લા 6 મહિનામાં નિયુક્ત થયા છે.

Seniority ની ગણતરી કઈ રીતે કરવી તેની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. HOD ની કેડરમાં હાલમાં જે HOD છે. તેમના પૈકી કોણ સૌથી વધુ તયક્ષશજ્ઞિ છે તે ધ્યાને લેવાનું હોય, પરંતુ સૌથી છેલ્લે નિમાયેલ બંને વ્યક્તિઓ તયક્ષશજ્ઞિ senior most HOD તરીકે ગણાય તેવું ખોટું અર્થઘટન થયું હોય તેમ જણાય છે.

પહેલી વખતે જ્યારે BOM-EC ની રચના થઈ ત્યારે ડો. નીતાબેન ઉદાણી ભવનના અધ્યક્ષ ન હતા, તેઓ પ્રોફેસર હતા અને Senior most પ્રોફેસર તરીકે EC સભ્ય બન્યા, આ વખતે પહેલા આપે તેમને HOD બનાવ્યા અને HOD ની બેઠક પર તેમને હવે HOD તરીકે પણ senior most ગણી અને ઇસીમાં નિયુક્ત કર્યા, આ બેકડોપર એન્ટ્રી કહેવાય.

આ સભ્યોની નિમણૂક ખોટી થઈ હોવાથી, સુધારી નવેસરથી તે સભ્યોની જગ્યાએ લાયકાત ધરાવતા સભ્યોની નિમણૂકો BOM અને ઇસીના સભ્ય તરીકે કરવામાં આવે, તેવી માગણી સાથે BOM માં સંચાલક મંડળના પ્રતિનિધિની અને નોંધાયેલ સ્નાતકોના પ્રતિનિધિની નિયુક્તિ થઈ નથી, તે પણ સમય મર્યાદામાં થાય તે જોવા રજૂઆત કરી છે.

નિયુક્ત થયેલ સભ્યો પૈકી અગાઉ એક્રેડિટેટ કોલેજમાં હતા અને હવે પડધરીની નોન એક્રિડિટેડ કોલેજમાં અધ્યાપક છે તેવા જીગ્નેશભાઈ ઉપાધ્યાયને નિમણૂકની પ્રક્રિયા કરતી વખતે સમિતિના સભ્યો, કુલસચિવ અથવા કુલપતિ કોઈ એ ધ્યાન ના આપ્યું એટલે ખોટી નિયુક્તિ થઈ. કોઈ કારણ વગર જીગ્નેશભાઈ ની નિયુક્તિ રદ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ.

Tags :
BOMEC membersgujaratgujarat newsuniversities illegal
Advertisement
Next Article
Advertisement