રાષ્ટ્રીય રમત બોર્ડનાં સભ્ય તરીકે ડો.દિલીપસિંહ ગોહિલની નિમણૂંક
ભાવનગરના ડો. દિલીપસિંહ એમ. ગોહિલની ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝ (AIU), નવી દિલ્હીના રાષ્ટ્રીય રમત બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. દિલીપસિંજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણના નિયામક તરીકે ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે રમતગમતના વિકાસ અને પ્રોત્સાહનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ડો. ગોહિલ ભારતીય યુનિવર્સિટીઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરોની પ્રતિભાને નિખારવા અને રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે AIU સાથે મળીને કામ કરશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ભરતભાઈ રામાનુજ અને યુનિવર્સિટી પરિવારે ડો.દિલીપસિંહ એમ. ગોહિલને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. ડો.ગોહિલની આ નિમણૂક યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.