ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તમામ મ્યુનિ. કમિશનરોની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક

03:51 PM Nov 08, 2025 IST | admin
Advertisement

ગાંધીનગર ખાતે ગઇકાલે ચૂંટણી પંચના નિયામક અને સચીવ દ્વારા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને બોલાવવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તમામ મ્યુનિ.કમિશનરની સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિકટ ઓફિસ તરીકે નિમણુક કરવામાં આવી હતી. આથી તમામ કમિશનરો તેમના તાબા હેઠળના સ્ટાફને તથા મતદારોની મદદ કરી શકશે અને કલેક્ટરની સમકક્ષ કામગીરીની સત્તા પણ આપવામાં આવી છે.

Advertisement

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.

ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરઓને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભા સક્સેના અને સચિવ બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 08 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરઓ દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે. વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Election Officersgujaratgujarat newsMunicipal Commissioners
Advertisement
Next Article
Advertisement