શિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરવાથી શિક્ષણને ગંભીર અસર
નગર પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શાળા ના શિક્ષકો ના એક માન્ય સંઘે, ભારત ના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે પ્રાથમિક શિક્ષકોની સતત અને ફરજિયાત નિમણૂક અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રથા શિક્ષણના અધિકાર કાયદા ની કલમ તેમજ ભારતીય બંધારણની કલમ હેઠળ બાળકો ના મૂળભૂત શિક્ષણ ના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
શિક્ષણ પર થઈ રહેલી મુખ્ય અસરો અંગે સંઘ ના અધ્યક્ષ, ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું છે કે, શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ બીએલઓ ની ફરજો ને કારણે તેઓ તેમના મુખ્ય કાર્ય, શિક્ષણ, પર ધ્યાન આપી શકતા નથી. વર્તમાન સઘન પુનરાવર્તન પ્રોજેક્ટ દરમિયાન શિક્ષકો 12 થી 15 કલાક કામ કરી રહ્યા છે. અને આ વધારા નો બોજ અસહ્ય છે. સંઘ દ્વારા પ્રસ્તુત કરાયેલ મુખ્ય મુદ્દાઓ માં વર્ગખંડ માં વિક્ષેપ , જેમાં મતદાર યાદી ચકાસણી અને સર્વેક્ષણ માટે શિક્ષકો ને શાળા ના સમય દરમિયાન વારંવાર ગેર હાજર રહેવું પડે છે, જેનાથી વિદ્યાર્થીઓ ના શિક્ષણમાં સીધો અવરોધ થાય છે.
કાર્ય-જીવન સંતુલનનો અભાવ,બીએલઓ ની જવાબદારી ઓ નિયમિત શાળા સમય પછી પણ લંબાય છે, જેના કારણે શિક્ષકો માં શારીરિક થાક અને માનસિક તાણ વધે છે. સલામતીના પ્રશ્નો જોઈએ તો ખાસ કરીને મહિલા શિક્ષકો માટે, અજાણ્યા અને દૂરના વિસ્તારોમાં ફરજ બજાવવાને કારણે સલામતી અને પરિવહનની ચિંતાઓ ઊભી થાય છે. કાયદાકીય વિરોધાભાસ અને પૂર્વ નિર્ણયો અંગે સંઘે નોંધ્યું કે ગુજરાતના સીઈઓ દ્વારા ઓછામાં ઓછા શિક્ષકો ની નિમણૂક માટે પત્ર જારી કરવામાં આવ્યો હોવા છતાં, 12 અન્ય કેડર ની ઉપલબ્ધતા હોવા છતાં, મોટા ભાગ ની નિમણૂક શિક્ષકો ની જ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો તે. અંગે સંઘે જણાવ્યું છે કે સંઘે 2007 ના સિવિલ અરજી સુપ્રીમ કોર્ટ ઑફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા ને બીએલઓ માં ફરજ માં શિક્ષકો ની ઓછા માં ઓછી નિમણૂક કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
કાયમી સૂચનાનો ભંગ તેમાં ત્રણ વર્ષ સુધી બીએલઓ તરીકે સતત સેવા આપ્યા પછી શિક્ષકો ને મુક્ત કરવા ની સ્થાયી સૂચના હોવા છતાં, ઘણા શિક્ષકો ને ફરજ બજાવવા ની ફરજ પાડવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષક સંઘે ભારતીય ચૂંટણી કમિશનર ને આ મુદ્દાની ગંભીરતા સમજવા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી છે. આ રજૂઆત થી ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ને પણ માહિતગાર કરવામાં આવ્યા છે. તેવું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ની યાદી માં જણાવ્યું છે.
સંઘ દ્વારા ચૂંટણીપંચને કરેલા સૂચનો
શિક્ષણ ના ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સંઘે કેટલાક સુધારાત્મક પગલાં સૂચવ્યા છે. જેમાં સમર્પિત બીએલઓ સ્ટાફ , શાળાના શિક્ષકોને બદલે ફક્ત ચૂંટણી કાર્ય માટે પૂર્ણ-સમય અથવા કરાર આધારિત બીએલઓ કર્મચારીઓ ની નિમણૂક કરવી. અન્ય વિભાગોનો ઉપયોગ કરવો જેમાં અન્ય સરકારી વિભાગો, નિવૃત્ત કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અથવા તાલીમ પામેલા બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરવો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો ભૌતિક સર્વેક્ષણો ની જરૂૂરિયાત ઘટાડવા માટે મતદાર ચકાસણીને ડિજિટલાઇઝ કરવા માટે એજન્સીઓની નિમણૂક કરવી.