કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરો, જવાબદારો સામે કાર્યવાહી કરો
રાજકોટમાં આજે બપોરે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, રાજકોટની બેઠક મળી હતી. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શાળાનોના શૈક્ષણિક અને વહીવટી તમામ કામો અટકી જતાં ગત તારીખ 12-05-ના સંકલન સમિતિની બેઠક મળી હતી, અને રાજકોટના માન. સાંસદની આવેદનપત્ર આપેલ હતું, જે અન્વયે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાએ ફેરબદલ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક થયેલ ન હોય, તેમજ કચેરીના જે કર્મચારીઓ સામે ફરિયાદ હતી તેની સામે કોઈ કાર્યવાહી થયેલ ન હોય, કામો હજુ અટકેલાં હોય,
આથી આજે રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ફરી મળી હતી.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર -કચ્છમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા મહત્વની હોય, જે લાંબાગાળાથી ઇન્ચાર્જથી ચાલતી હોય, જેના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. સત્વરે કાયમી જિલ્લા શિક્ષણાધિકારી ફાળવવા માંગ ઉઠી છે, અને 2016થી રાજકોટ શહેર અને જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અલગ અલગ મંજૂર થયેલ હોય તે સત્વરે શરૂૂ થાય તે શિક્ષણના હિતમાં જરૂૂરી છે, તેમ સંકલન સમિતિની યાદીમાં જણાવાયું છે. આ મિટીંગમાં (ડો. પ્રિયવદન કોરાટ) અધ્યક્ષ, (દિનેશ ભુવા) ઉપાધ્યક્ષ, (ડો. લીલા કડછા), (અશોક ભારાઈ), (ડો. શૈલેષ સોજીત્રા) પ્રમુખ , (રસિક ભંડેરી) ઉપપ્રમુખ, (એન. ડી. જાડેજા), (જયેશ દુધાત્રા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.