For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દીધાની ઐશ્ર્વર્ય હોસ્પિટલના તબીબો સામે પોલીસમાં અરજી

05:15 PM Oct 08, 2024 IST | Bhumika
દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દીધાની ઐશ્ર્વર્ય હોસ્પિટલના તબીબો સામે પોલીસમાં અરજી
Advertisement

શહેરના ગોકુલધામ આવાસનાં કવાર્ટરમાં રહેતા નવીનભાઇ વલ્લભદાસ પાટડીયા નામના 55 વર્ષીય પ્રોઢે એસ્ટ્રોન ચોક નજીકની ઐશ્ર્વર્ય હોસ્પીટલનાં ત્રણ ડોકટર સામે પોલીસ કમિશનરને ઓપરેશનમાં બેદરકારી દાખવી હોવાની અરજી કરી છે. નવીનભાઇએ ફરીયાદ અરજીમાં જણાવ્યા મુજબ તેઓની દાઢીનું કેન્સર સબબ રૂા.6 લાખના ખર્ચે ઐશ્ર્વર્ય હોસ્પીટલમાં ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ ગળા અને છાતીમાં સતત ખેચાણ થતું હોવાથી દુ:ખાવો અસહ્ય થવા લાગતા ઉપરોકત હોસ્પીટલના ડો.નિતિન ટોળીયા, ડો.રામ અને ડો.પ્રશાંતને પોતાની તકલીફ વધ્યાની ફરીયાદ કરી હતી. પણ આ ત્રણેય તબીબોએ અસહકારભર્યું વલણ અપનાવ્યું હોવાનું તેમજ દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દિધાનો દર્દી નવિનભાઇ પાટડીયાએ આક્ષેપ કર્યો છે. કેન્સરનાં આ દર્દીને ન્યાય માટે પોલીસ કમિશનરે અરજી કરી હોવાનું જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement