For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણીને ભાગેડુ જાહેર કરવા અરજી

11:43 AM Jun 21, 2025 IST | Bhumika
અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ  રાજદીપસિંહ  રહીમ મકરાણીને ભાગેડુ જાહેર કરવા અરજી

ત્રણેય નેપાળ બોર્ડરથી વિદેશ ભાગી ગયાની શંકા: હાજર ન થાય તો પોલીસ મિલકત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરશે

Advertisement

રીબડાના અમિત ખુંટ આપઘાત પ્રકરણમા ફરાર અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને કાવતરુ રચનાર જુનાગઢનાં રહીમ મકરાણી હજુ સુધી પોલીસ પકડથી દુર હોય ત્યારે પોલીસે ગોંડલ કોર્ટમાં અરજી કરી છે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવા પોલીસે અરજી કરી હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યુ હતુ અમિત ખુંટને મરવા મજબુર કરવા અંગે નોંધાયેલા કેસમાં દોઢ મહિનાથી ફરાર રીબડા રહેતા પિતા-પૂત્ર સહીત ત્રણ સામે અગાઉ લુક આઉટ નોટીસ જાહેર થયા બાદ હજુ પણ પોલીસ નહી પકડી શકતા ત્રણેયને ભાગેડુ જાહેર કરવા કોર્ટ સમક્ષ માંગ કરી છે જો ત્રણેય આરોપીઓ હાજર નહી થાય તો પોલીસ દ્વારા મિલકત જપ્તી સહીતની કાર્યવાહી પણ કરવામા આવશે.

મળતી વિગતો મુજબ રાજકોટનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાએ 3 મેંનાં રોજ રીબડાના અમિત ખુંટ દામજીભાઈ ખુંટ સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરુ કરી હતી દરમિયાન પ તારીખે અમિત ખૂંટે તેની વાડીએ આપઘાત કરી લીધો હતો આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસે સ્યુસાઈડ નોટના આધારે હનીટ્રેપમાં ફ્સાવી મરવા મજબુર કરવા અંગે અનિરૂૂદ્ધસિહ, રાજદીપસિહ સહીત ચાર સામે ગુનો નોંધ્યો હતો પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા, તેની સહેલીપૂજા રાજગોર, સલાહ આપનાર એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ કરી હતી તેમની પૂછતાછમાં જુનાગઢના રહીમ મકરાણીનું નામ પણ સામે આવતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન ત્રણ પૈકી એકપણ આરોપી નહી મળી આવતા ત્રણેય સામે લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.

Advertisement

પોલીસને શંકા છે કે અનિરૂૂદ્ધસિહ જાડેજા દક્ષીણ ગુજરાતના કોઈ ગામડામા રાજદીપસિંહ દુબઈ અને રહીમ મકરાણી નેપાળ બોર્ડરથી દેશ છોડીને જતા રહ્યા છે. જો કે હજુ સુધી આગોતરા અરજી પણ કરી નહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ઉપરોક્ત ત્રણેયને ભાગેડુ જાહેર કરવા ગોંડલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરવા પોલીસે માંગ કરી છે આ વોરંટ ઇસ્યુ થયા બાદ આરોપીઓને સરન્ડર થવા એક મહિનાની મુદ્દત આપવામાં આવે છે તે પછી પણ હાજર ન થાય તો પોલીસ મિલકત જપ્તી કરવા સહિતની કાર્યવાહી કરતી હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement