ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે આપ્યું આવેદન
સુત્રાપાડા ના વતની અને સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડૂત પુત્ર જશાભાઈ બારડ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતનાને રૂૂબરૂૂ મળી ગીર સોમનાથ જીલ્લામાં, સુત્રાપાડા તાલુકામાં તા.25 થી તા.28 દરમ્યાન 18 ઇચ જેટલો માવઠાનો કમોસમી વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં મગફળી સોયાબીન જેવા તૈયાર થયેલા ખેડુતોના પાકને લાખો કરોડો રૂૂપિયાનું નુકસાન થવા પામેલ છે. હાલ મગફળી અને સોયાબીન જેવા પાકની લણણી અને કાપણી સીઝન ચાલુ હોય ત્યારે ભુતકાળમાં ક્યારેય ન જોયેલ આવા માવઠા ના કમોસમી વરસાદથી પારાવાર નુકસાન થયેલ છે અને ખેડુતોનો 100 ટકા પાક સાફ થયેલ છે તેવી પરિસ્થિતિ નજરે જોયેલ છે.
ત્યારે ખેડૂતો ઉપર આવેલ કુદરતી આફત માં સાથે રહીને સરકારના નિતિ નિયમો મુજબ તાત્કાલિક સર્વે કરીને સહાય જાહેર કરવામાં આવે. ખેડૂત પ્રત્યે સરકાર હંમેશા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થી ખેડૂતોના ઉત્કર્ષ માટે કામ કરતી હોય તો ખેડૂત પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આર્થિક પેકેજ આપવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ એ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી ને રૂૂબરૂૂ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
