For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્મ-મરણ વિભાગમાં અરજદારો લાચાર; પદાધિકારીઓ ઘોર નિદ્રામાં

04:59 PM Nov 03, 2025 IST | admin
જન્મ મરણ વિભાગમાં અરજદારો લાચાર  પદાધિકારીઓ ઘોર નિદ્રામાં

છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલ ઉપર બે-બે દિવસના ટાઇમ ટેબલથી થતી કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોમાં દેકારો

Advertisement

કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ફાઇનલ કામગીરી થઇ રહી છે, જેમાં તંત્ર દ્વારા કંઇ કરી શકે તેમ નથી, પરંતુ કિટ અને સ્ટાફ વધારા મુદ્દે પણ શાસકપક્ષે ધ્યાન ન આપ્યું

મહાનગર પાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આ કામગીરીમાં સમય વ્યસ્ત થતો હોય. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્યો છે.

Advertisement

મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી 2020 પછીની એન્ટ્રી થઇ શકતી હોય 2020 પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર 2025 પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર 2020 પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે.

જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.1-9-25થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ 2020 પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં છ માસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો.

આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. પરંતુ બહાર ગામના અરજદારોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઇ માનવતાના ધોરણે સ્ટાફ દ્વારા ત્રણેય પોર્ટલની કામગીરી કરવામાં આવી રહી છે. જેના લીધે સમય લાગતો હોય જેના લીધે લાઇનો લાગતી જોવા મળી રહી છે. જે તરફ પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓએ આજ સુધી જોયું નથી.

આ રીતે કામ કેમ કરવું : જન્મ-મરણ વિભાગ
મનપાના જન્મ-મરણ વિભાગ દ્વારા મનપાના તથા રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકાર સહિત ત્રણેય પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી બે-બે દિવસના વારા કાઢવામાં આવ્યા છે. જેમાં બુધ અને ગુરુવારના રોજ 2020થી 2025 સુધીના ડેટા બેઇઝનું કામ તથા સોમ અને મંગળના રોજ 2020 પહેલાના તમામ ડેટાઓનું કામ અને શુક્ર અને શનિવારના રોજ કેન્દ્ર સરકારના પોર્ટલ પર 2025 એટલે કે હાલના તમામ જન્મ-મરણની નોંધણીના કામ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અજાણ અરજદારોની મુશ્કેલી હલ કરવા સ્ટાફ દ્વારા એક પણ અરજદારોને પાછો મોકલવામાં નથી આવતો અને ત્રણેય પોર્ટલ ઉપર કામ કરી આપવામાં આવી રહ્યુ છે. છતાં સ્ટાફ દ્વારા આ રીતે કામ ચાલશે તો અરજદારોની લાઇનો લાગવાની જ છે. તેવી લાચારી વ્યકત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement