ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારો

04:49 PM Nov 18, 2025 IST | admin
Advertisement

રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી પાસે ન્યાય માટે નાખેલી ધા

Advertisement

રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સને 1997/98 રાજકોટ શહેરમાં વસતા અનુજાતિ માટે પ્લોટ ફાળ વવા માટે ડ્રો કરવામાં આવેલ જેમાં અરજદાર મુકેશકુમાર કસ્તુરભાઈ વાઘેલા તેમજ જયાબેન તુલશીભાઇ વાઘેલાને સને નં. 134માં પ્લોટ નંબર 161 અને 162 ફાળવવામાં આવેલ અને જનરલ બોર્ડના ઠરાવ નં. 5 તા. 13/4/1998ના ચો.મી. રૂૂા. 800/-ના બેઠી કિંમતે અપસેટ વેલ્યુથી વેચાણ આપવાનું ઠરાવેલ તથા જ.બો.ઠ. 5 ની શરત નં. (2) મુજબ જી.પી.એમ.સી. એકટ 1949ની કલમ 79/ડી મુજબ રાજ્ય સરકારની મંજુરી મેળવવાની રહેશે તેમ ઉલ્લેખ થયેલ.
આ પ્રક્રિયામાં શહેરી વિકાસના ઉપસચીવ આર. પી. પટેલ તા. 23/2/2017ના મ્યુ. કમિશ્નરને પત્ર ક્રમાંક રમન/5988/1650/પી થી પત્ર પાઠવી ફકત 3 દિવસમાં જરૂૂરી મુદ્દાની માહિતી/વિગતોની સ્પષ્ટતા કરવા જણાવેલ. મ્યુ. કોર્પો.ના ટી.પી. વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે આ પત્રનો જવાબ તા. 18/4/2017 ઇસ્ટ ઝોન/જા. નં. 74થી આપેલ છે.

જયારે શહેરી વિકાસના જાહેર માહિતી અધિકારી તા. રર/9/2023માં આર.ટી.આઇ.-46થી જવાબ આપેલ કે અમોએ તા. 23/2/2017ના પત્ર ક્રમાંક રમન/5988/1650/પી પાઠવેલ છે અને આ પત્રની કોપી આર.ટી.આઇ.ના કાયદા હેઠળ આપવામાં આવેલ છે. એનો અર્થ એવો થયો કે મ્યુ. કોર્પોરેશને અત્યાર સુધીમાં કોઇ જવાબ આપેલ નથી. તો સવાલ એ ઉભો થાય છે કે સાચું કોણ? શહેરી વિકાસના જાહેર માહિતી અધિકારી સચીન કડીયા તા. 23/2/2017 પત્ર પાઠવવાનું જણાવે છે. જયારે મ્યુ. કમિશ્નરવી આ પત્રનો જવાબ તા. 18/4/2017 આપી દિધેલ છે તેમ જણાવે છે.

જયાં સુધી આ બાબતનો ખુલાસો ન થાય ત્યાં સુધી અરજદારો દસ્તાવેજથી વંચિત રહે અને સરકારની મંજુરી ન મળે. તો અમારી માંગણી છે કે રાજયના મુખ્યમંત્રી તા.21/11/20રપના મહાનગર પાલીકાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ ર7 વર્ષ જુના અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ લાવવા અધિકારીતાઓને દસ્તાવેજ બનાવી આપવાની તાકીદ સૂચના આપવી જોઇએ. તેવી સમગ્ર મ્યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા પથુભા સોઢા, અશ્વિનભાઇ વ્યાસ, બિપીનભાઈ ગાંધી, જયંતિભાઈ પટેલ, અશોક જોષી, શૈલેષભાઇ ત્રિવેદી, જય વાઘેલાએ માગણી કરેલ છે.

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement