For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી

12:16 PM Nov 22, 2024 IST | Bhumika
આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી
Advertisement

આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈ ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઇન્ટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધારકાર્ડમાં ફેરફાર કરાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઞઈંઉઅઈંની વેબસાઇટમાં સતત તકનીકી ખામીઓ સર્જાતાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે. વેબસાઇટ વારંવાર સમથીંગ વેન્ટ વ્રોંગ નો મેસેજ દર્શાવે છે. આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે.

સેવા સદનો અને નગરોના મધ્યસ્થ કેન્દ્રોમાં આખા દિવસ માટે માત્ર 50 વ્યક્તિઓને જ ટોકન અપાતા હોવાથી, લોકોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.આ સમસ્યાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું યથાશીઘ્ર નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઇન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.આ સમસ્યાના કારણે નાગરિકોને તેમના અન્ય કામકાજથી વિચલિત થવું પડી રહ્યું છે. વૃદ્ધ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને આ સમસ્યાનો સૌથી વધુ અનુભવ થઈ રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યુઆઈડીઆઈની વેબસાઇટને મજબૂત બનાવવાની જરૂૂર છે જેથી કરીને નાગરિકો સરળતાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી શકે. આ ઉપરાંત, આધાર કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવો જોઈએ જેથી કરીને નાગરિકોને લાંબી કતારોમાં ઉભા રહેવું ન પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement