વિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલ
રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા કોંગ્રેસ દ્વારા શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિ, શાળાઓને વિનંતી કરાઇ
રાજકોટના ગૌરવ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય મહાપુરુષના પ્રતીક વિજયભાઈ રૂૂપાણીના દુખદ અવસાનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે.અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તેમના નિધનના સમાચાર રાજકોટની જનતાને ગમગીન કરી દીધા છે.
વિજયભાઈને રાજકોટના પનોતા પુત્ર તરીકે ખ્યાતિ મળી હતી. તેમના મુખ્યમત્રીપદના ટૂંકા સમયગાળામાં જ રાજકોટને એઈમ્સ(અઈંઈંખજ), આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સ્માર્ટ સિટી,મહત્ત્વના બ્રિજો સહિત અનેક મોટા પ્રોજેક્ટોની ભેટ આપી હતી.જે વિકાસ રાજકોટનો 20 વર્ષમા થઈ ના શક્યો હોત તે માત્ર વિજયભાઈના કાર્યકાળમાં શહેરને મળ્યો. માત્ર ચાર વર્ષમાં, રાજકોટને એક સાધારણ શહેરમાંથી રાજ્યના અગ્રણી મેગા સિટીઓની હરોળમાં મૂકી દીધું.વિકાસ માટેનો તેમનો દ્રષ્ટિકોણ પક્ષની સિમાઓથી પણ ઊંચો હતો અને લોકોના હિતમાં નિર્ણય લેવામાં તેઓ હંમેશા આગળ રહ્યા.તેમનો સરળ, નિર્વાદિત અને હંમેશાં સ્મિતમુખી ચહેરો આજે હજારો દિલોને યાદ આવી રહ્યો છે.
વિજયભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટ માટે રૂૂ. 6000 કરોડથી વધુના મોટા વિકાસકામો મંજૂર કર્યા, જેમાં એઈમ્સ, અંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અને પાંચ-પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી અંતર્ગત રૂૂ. 2600 કરોડનો ગ્રાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ બમણું કર્યું અને શહેરી વિસ્તારને પણ વિસ્તૃત કરીને કોર્પોરેશનનું કદ અને દિગ્દર્શન બંને વધાર્યા.આ તમામ વિકાસકાર્યો માત્ર વિજયભાઈની દૃઢ ઇચ્છાશક્તિથી શક્ય બન્યા હતા જે રાજકોટવાસીઓ કદાપિ ભૂલી નહીં શકે. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ માત્ર ભાજપના નેતા નહોતા તેઓ શહેરના દરેક નાગરિકના આશાનુ કિરણ અને ભરોસાના ચહેરા હતા. વિરોધ પક્ષો સહિત દરેકને શાંતિથી સાંભળતા અને જનહિતના મુદ્દે કદી પક્ષપાત કરતા જ નોહતા. વિકાસના કાર્યોમા, નાગરિક સુવિધાઓમાં અને નીતિગત નિર્ણયોમાં તેઓએ પક્ષપાતનાં હરંમેશ માટે દરવાજા બંધ રાખ્યા હતા.તેમનો નિર્વિવાદિત,સરળ અને લોકપ્રિય ચહેરો આજે સમગ્ર રાજકોટ શહેરે ગુમાવ્યો છે.
આ દુ:ખદની ઘડીએ કોઇ રાજકીય દૃષ્ટિકોણથી નહિ પણ એક સંવેદનશીલ રાજકોટના નાગરિક તરીકે વિજયભાઈ રૂૂપાણીની અંતિમ વિદાયના દિવસે સમગ્ર રાજકોટ શહેરના વેપારી વર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ,વ્યવસાયિક ધંધાઓના યુવા અને નાગરિકોને વિનમ્ર અપીલ કરીએ છીએ કે રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ માટે આપણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વેચ્છિક રીતે અડધો દિવસ બંધ રાખી તેમનું સ્મરણ કરીએ એ જ સાર્થક શ્રદ્ધાંજલિ હશે.
આ બંધ કોઈ રાજકીય નહીં પણ એક પનોતાપુત્ રસમાન નેતા માટે રાજકીય શિષ્ટાચારથી ઉંચે જઇને માનવમૂલ્યો અને શ્રદ્ધાંજલિનું ભાવદાન છે.આપ સૌ રાજકોટવાસીઓ આ અપીલ સમજી માનવતાના આ પળે એકતા અને સંવેદનાની ભાવના સાથે જોડાવશો તેવી અપેક્ષા.
રાજકોટ વિજયભાઇનુ ઋણ ચૂકવે: કોંગ્રેસ
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી ગઈકાલે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુને ભેટેલા વિજયભાઈ ની કામગીરી રાજકોટના માટે મેયર, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેઓને કામગીરી રાજકોટની જનતા માટે કાયમ યાદ રહેશે સામાન્ય કાર્યકર્તા થી લઈને સંઘ પરિવારના આગેવાનો સાથે પણ તેઓએ પુરા ખંત અને મહેનતથી સરાહનીય કામગીરી કરી છે. કાર્યકર્તાઓ થી છે ક મુખ્યમંત્રી સુધી તેઓએ સફર કરી ત્યારે અનેક નાની અનામી કાર્યકર્તાઓ સાથે તેઓનો પારિવારિક નાતો રહ્યો છે. પુજીત રૂૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવી અનેક ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને મદદરૂૂપ બન્યા છે અને આ સંસ્થા થકી તેઓ અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. આજે પણ વિજયભાઈ હયાત ન હોય તેવું કોઈને માનવામાં આવતું નથી. રાજકોટના અનેક પ્રાણ પ્રશ્નો તેઓના થકી ઉકેલવામાં આવ્યા છે. અમદાવાદમાં ડીએનએ ટેસ્ટ બાદ રાજકોટમાં વિજયભાઈ રૂૂપાણીની સ્મશાન યાત્રા નીકળે તે સમયે રાજકોટના વેપારીઓ અને શહેરીજનો પોતાના ધંધા સ્વૈચ્છિક સંપૂર્ણપણે બંધ રાખી વિજયભાઈ ની રાજકોટની કામગીરીનું ઋણ ચૂકવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી અપીલ છે.