ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલ

05:51 PM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

જીવન જરૂરી ચીજોની જીએસટી ટેક્સના દરો 5 ટકા થી 18 ટકા રાખો: રમાબેન માવાણી

Advertisement

આગામી તા.03 અને 04,સપ્ટેમ્બર-2025 ના જી.એસ.ટી. કાઉન્શીલની મીટીંગ ટેક્સના નવા દર નકકી કરવા મળનાર છે. જી.એસ.ટી. કાઉન્શીલના ચેરમેન સીતારામન્થ (કેન્દ્રીય નાણામંત્રી) ઉત્પાદનો ઉપર ટેકસના નવા દર નકકી કરનાર છે. માજી સાંસદ સદસ્યા રમાબેન માવાણીએ ભારતના લોકોની આરોગ્યની જાળવાણીને વધુ મજબુત અને સુદ્રઢ કરવાના હેતુથી જણશોના ટેકસના દર બાબતે લેખીતમા સુચના કરતા વિનંતી કરેલ છે કે "તમાકુ ઉત્પાદનો ઉપર હાલના 28% જી.એસ.ટી. દરને બદલે 40% જી.એસ.ટી. લાદવા માંગણી કરેલ છે. તેઓએ જીવન જરૂૂરી ચીજોને જી.એસ.ટી. ટેકસના દરો 5% થી 18% રાખવા કેન્દ્રીય નાણામંત્રીને વિનંતી કરેલ છે."

તમાકુ ઉત્પાદનોના વપરાશથી માત્ર કેન્શર નહીં પણ ડાયબીટીશ, બ્લડ પ્રેશર, હદયરોગ, અસ્થમા, પ્રજનન ક્ષમતા ઓછી થવી, પાચનતંત્ર ખરાબ થવું, રકતવાહિનીઓ સંકોચ થવી, આંખો ખરાબ થવી અને વાળ ખરાવા જેવી ગંભીર બિમારીઓ થતી હોય છે. હાલમા યુવાનોમા નાની ઉમરે હાર્ટઅટેક / મૃત્યુ થવાના દર વધ્યા છે. બાળાઓ અને મહિલાઓમા સ્મોકીંગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના છેલ્લા સર્વે પ્રમાણે દર વર્ષે 13 લાખ ભારતીય તમાકુ સંબધીત બિમારીઓથી મૃત્યુ પામે છે. ભારતમા 15 વર્ષથી મોટી ઉમરના 35% લોકો ઘુમપાન કરે છે. 10 માંથી 9 સ્મોકર્સ 18 વર્ષની ઉમર પહેલા સીગરેટ પીવાનું શરૂૂ કરે છે. ફેંફસાના કેન્સરના રોગ 10 માંથી 9 ઘુમપાનના કારણે થાય છે.

જીવન જરૂૂરી ચીજો દવાઓ, ખાધપદાર્થો, મોટરકાર, સ્કુટર તેમજ જાહેર સુવિધાઓ ઉપરનો ટેકસ ઘટાડી 8% સુધી રાખવો જોઈએ. તમાકુ ઉત્પાદનો ઉપરનો ટેકસ વધતા દેશની આવકમાં વધારો થશે અને સર્વાગી રીતે દેશ વધુ આબાદ બનશે. તેમ માજી સાંસદ સદસ્ય રમાબેન માવાણીની યાદીમાં જણાવાયું છે.

Tags :
Finance MinisterGSTgujaratgujarat newsTobacco products
Advertisement
Next Article
Advertisement