For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સામાન્ય અકસ્માતમાં કાર ઉપર ચડી કૂદકા માર્યા, અસામાજિક તત્ત્વોનો આતંક

04:40 PM Feb 15, 2025 IST | Bhumika
સામાન્ય અકસ્માતમાં કાર ઉપર ચડી કૂદકા માર્યા  અસામાજિક તત્ત્વોનો આતંક

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોલીસનો પડકાર ફેંકતા હોય તે રીતે જાહેરમાં કાર ચાલક દ્વારા બાઈકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઇ હતી. ત્યારબાદ બાઈકચાલક દ્વારા તેમના મળતીયાઓને બોલાવવામાં આવ્યા હતા. કારમાં સવાર માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Advertisement

વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કારચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી. જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા બાઈકચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. રોડ પર જ આ તમામ દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન બાઇકચાલકે તેના મળતીયાઓને બોલાવી લેતા 8થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી.

કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દૃશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતા વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, આતંક મચાવનાર ટોળકી નાસી છૂટી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement