હિરાસર એરપોર્ટ પર અસામાજિક તત્વોનો ત્રાસ, ટેક્ષી ડ્રાઇવરો ત્રાહીમામ
છાશવારે માથાકૂટ અને મારામારી, પેસેન્જર સાથે ગેરવર્તન, ડ્રાઇવરો પાસેથી રોકડ પડાવી લેતા હોવાની ફરિયાદ
એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની મીઠી નજર હેઠળ થતું હોવાના આક્ષેપ, કેબ એસોસિએશનની કલેકટરને રજૂઆત
રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર બેટી ગામ નજીક હિરાસર ઇન્ટરનેશન એરપોર્ટ ખાતે અસામાજીક તત્વોના ત્રાસથી ટેક્ષી પાર્સીંગવાળી ગાડીઓના ડ્રાઇવરો સાથે છાશવારે માથાકુટથી રોજીરોટી પર અસર પડી હોવાની ફરીયાદ કલેકટર સુધી કેબ એસોસીએશન દ્વારા કરાઇ હતી.
રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ માં પિકઅપ પોઈન્ટ પર અનેક પરિવારના સભ્યો તથા પેસેન્જરો આવતા હોય છે અને અમુક અસામાજિક તત્વો દ્વારા લૂખી દાદાગીરી ચાલવામાં આવે છે. અને આવારા તત્વો દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારું એસોસીએશન થયેલ છે અને અમને પૂછછ્યા વગર અહીં કોઈએ ગાડી ભરવા આવવું નહીં અને ડ્રાઈવરો સાથે માથાકૂટ કરે છે.
તેમજ ગાડીની ચાવી જુટવી લઈ છે અને પેસેન્જરો સાથે ગેરવર્તન કરે છે તેમજ ડ્રાઈવરોને ગોંધી રાખવા, ડ્રાઈવરો પાસેથી રોકડ પૈસા જુટવી લેવા તેવી પ્રવ્રુતિ કરે છે અને આ બાબતની અગાઉ ફરીયાદ પણ થયેલ છે. તેમજ આવારા તત્વોની ગાડીઓ નંબર પ્લેટ વગરની હોય છે અને એરપોર્ટની અંદર પિકઅપ પોઈન્ટ પાસે હોય છે તેમજ પ્રાઇવેટ પાર્સિંગની ગાડીઓ લઈને આવારા તત્વો ત્યાં ગુંડાગીરી કરે છે. તેમજ અમો લીગલી ટેક્ષી પાર્સિંગ ગાડીઓ ચલાવીએ છીએ અને ટેક્ષી પાર્કિંગ ગાડીનો ટેક્સ ભરીએ છીએ અને લીગલી ધંધો કરીએ છીએ તેમજ સ્થાનિક પોલીસ અને એરપોર્ટ ઓર્થોરીટીની મીઠી નજર હેઠળ આ બધુ ચાલે છે તેમજ અવાર નવાર આવા અનેક બનાવ બન્યા છે અને અનેક વખત એફઆઇઆર થયેલ છે. છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી.
તેમજ અમોની ટેક્ષી ગાડીઓ ડ્રોપીંગ કરવા માટે એરપોર્ટની અંદર આવે છે ત્યારે રૂૂ.40/- ચાર્જ વસૂલવામાં આવે છે જેનો સમયગાળો 30 મિનિટ હોય છે પરંતુ ભારતના કોઈપણ એરપોર્ટ પર ડ્રોપીંગનો ચાર્જ લેવામાં આવતો નથી જેથી તાત્કાલિક એક્શન લઈ ખોટી ઉઘરાણી બંધ કરવા તથા ટેક્ષી ગાડીઓ માટે 10 મિનિટ ડ્રોપીંગ ફ્રી રાખવા અને 10 મિનિટ પછી નોમિનલ ચાર્જ રાખવા વિનંતી છે. તેમજ ટેક્ષી પાર્સિંગ ગાડીઓ માટે એરપોર્ટની અંદરમાં મિનિમમ 15 થી 20 ગાડીઓ પાર્કિંગમાં રહી શકે તેવી પાર્કિંગની વ્યવસ્થા કરી આપવા વિનંતી છે. તેમજ એરપોર્ટની અંદર ડ્રાઈવર લોન્જ છે તેમ છતાં તે ડ્રાઈવર લોન્જ બંધ હાલતમાં પડેલ છે અને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી જેથી તાત્કાલિક અસરથી તેનો ઉપયોગ/વપરાશ કરવા ખૂલું મૂકવા વિનંતી છે.
અમારું એસોસીએશન ગુજરાત આખામાં એક્ટિવ છે અને રજીસ્ટર છે જેથી અમારી એવી માંગ છે કે, પિકઅપ પોઈન્ટ પાસે કોર્નર સ્પેસ ટેબલ ખુરશી સાથે આપવામાં આવે અને તેનો નોમિનલ ચાર્જ ભરવા અમો તૈયાર છીએ તેમજ પિકઅપ પોઈન્ટ પર પોલીસ પ્રોટેક્શન બે થી ત્રણ પોલીસ અધિકારી સાથે આપવામાં આવે તેવી નમ્ર અરજ છે. ઘટતું કરવામાં નહી આવે તો ના છુટકે વડાપ્રધાન સમક્ષ રજુઆત કરવી પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.