For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોત

04:55 PM Feb 27, 2025 IST | Bhumika
રાજકોટ ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોત

રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર સડક પીપળિયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં રાત્રીના બેકાબૂ આઇસરે ડિવાઇડર ઉપર સૂતેલા બે શ્રમિકને ઠોકરે લેતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જેનું પણ આજે સારવારમાં મોત થયું હતું.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર રોડનું કામનો કોન્ટ્રાક્ટને ત્યાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના ઢોલાપુર જિલ્લાના હિસાડી ગામના અને હાલ ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામના પાટિયા પાસે રહેતા અને હાઇવે રોડનું મજૂરીકામ કરતા મુનેશ રામખેલાડી અઝર (ઉ.42)અને તેના ગામનો અજય કૈલાશ કૌશલ (ઉ.18) રાત્રીના કામ પૂરું કરી રોડના ડિવાઇડર પર અન્ય શ્રમિકો સાથે સૂતા હતા તે દરમિયાન મોડી રાત્રીના બેકાબૂ આઇસરના ચાલકે ઠોકરે લેતા બન્નેને ગંભીર ઇજા થતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમા મુનેશ અઝરનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જયારે અજય કૈલાશ કૌશલ (ઉ.18) સારવારમાં દાખલ હોય જેનું પણ આજે મોત થયું હતું.રાજસ્થાનના શ્રમિકો મૃતક મુનેશ અને અજય છેલ્લા છએક માસથી પેટિયું રળવા ગુજરાત આવ્યા હતા અને અગાઉ ઢોલરા ખાતે રોડનું કામ પૂર્ણ કરી ગોંડલ પાસેના રોડનું કામ કરવા માટે છેલ્લા એકાદ માસથી અહીં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement