રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ
સોમનાથથી આવતી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકોટથી જૂનાગઢ ફકત 1 કલાક 16 મિનિટમાં પહોંચી શકાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદથી રેલવેના કરોડોનાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેંટ મળી છે. સાથે રાજકોટ-હડમતિયા ડબલિંગ પ્રોજેકટનાં 39 કિમીનું કામ પૂર્ણ થતાં તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટ-હડમતિયા સેક્શનનું ડબલિંગ, હાલના રેલ સેક્શન પર ટ્રાફિક ભીડ ઘટાડવામાં મદદ કરશે અને ટ્રેક ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરશે. આ પ્રોજેક્ટ 377 કરોડ રૂૂપિયાના ખર્ચે પૂર્ણ થયો છે. જેને લઈને પહેલા સિંગલ લાઈનવાળું રાજકોટ-હડમતિયા સેક્શન હવે ડબલ લાઈનવાળું સેક્શન બની ગયું છે.ઙખ મોદીએ દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી લીલીઝંડી બતાવીને વેરાવળ-સાબરમતી વચ્ચે વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો.
વેરાવળથી લઈને સાબરમતી સુધી ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે આવતીકાલથી ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 5.25 વાગ્યેથી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025થી વેરાવળથી 14.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.
વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.જેમાં ટિકિટના દરની વાત કરવામાં આવે તો વેરાવળથી સાબરમતી ચેરકારનાં રૂા.1275 અને એક્ઝિક્યુટિવ ક્લાસના રૂા.2,300 રહેશે. તો જૂનાગઢથી સાબરમતી ચેરકારનાં રૂા.1150 અને એક્ઝિક્યુટિવ ક્લાસના રૂૂ. 2045 રહેશે. જ્યારે જૂનાગઢથી વેરાવળ ચેરકારનાં રૂા.545 અને એક્ઝિક્યુટિવ ક્લાસના રૂા.975 રહેશે. આ ઉપરાંત રાજકોટથી જૂનાગઢ ચેરકારનાં રૂા.510 અને એક્ઝિક્યુટિવ ક્લાસના રૂા.965 રહેશે. આ ટ્રેનનું રાજકોટની ભવ્ય સ્વાગત કરાયું હતું. તેનાં રાજકોટ-જૂનાગઢ વચ્ચેનું અંતર 1 કલાક 16 મીનીટમાં કાપી શકાશે.