For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

12:15 PM Nov 28, 2025 IST | Bhumika
યુનિવર્સિટીનો વધુ એક છબરડો  બી એ  સેમ 3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર-3માં વર્ષ 1820થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતુ. જોકે, તેમાં વિદ્યાર્થીઓના હાથમાં જે પેપર આવ્યું તે અલગ જ હતું. જેથી, વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા અને પોતાની સમસ્યા સુપરવાઇઝરને કહેવામાં આવતા પરીક્ષા વિભાગને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતુ. જેથી, વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્રના રાજવંશોનું પેપર 15 મિનિટમાં જ આપવામાં આવ્યુ હતું. જોકે, તેને લીધે 300 જેટલા વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવી પડી હતી.

Advertisement

યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષાની નિયામક ડો. મનીષ શાહે જણાવ્યું હતું કે બી.એ. સેમેસ્ટર -3માં ઇતિહાસ વિષય સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ઓપ્શનલ પેપર important dynasties of saurashtra 1820to 1948 (optional) હતુ. જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જોકે, પેપર જ્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, અમે જે વાંચ્યું છે તે આ પેપરમાં નથી એટલે કે અન્ય ઓપ્શનનું પેપર અપાઈ ગયું હતું. જોકે, બાદમાં તુરત જ વિદ્યાર્થીઓને 1820થી 1948 સુધીના સૌરાષ્ટ્રના રાજવંશોનું પેપર આપી દેવાયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એક પેપરમાં મોટો ભગો સામે આવ્યો હતો જેમા ગત 12 નવેમ્બરના લેવાયેલા બીસીએ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન પેપરમાં જામનગરની ખાનગી દોશી કોલેજનું ઇન્ટર્નલ પરીક્ષાનું બેઠું પેપર ધાબડી દેવાયુ હતુ. જે બાદ પેપર સેટ કરનાર અધ્યાપકને પરીક્ષા કામગીરી માંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેને કારણે 2200 જેટલા વિદ્યાર્થીઓને ફરી વખત 22મી નવેમ્બરે પેપર આપવાની ફરજ પડી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement