રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાતા ફ્રીઝ કરવાનો વધુ એક કાંડ, પોલીસ કોન્સ્ટેબલે દંપતી પાસેથી બે લાખ પઢાવ્યા

06:26 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનિલ સોલંકી નામના પોલીસકર્મી છેતરપિંડીના કેસમાં વિવાદોમાં ઘેરાયા છે. હરિયાણાના ફરીદાબાદના રહેવાશી અને વ્યવસાયે એડવોકેટ જસવીર અમર સિંહ તથા તેમના પોલીસકર્મી પત્નીએ દેવગઢ બારીયાના આ પોલીસ કોન્સ્ટેબલ વિરૂૂદ્ધ છેતરપિંડી કરીને પૈસા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી છે. આ દંપતીએ દેવગઢ બારીયાના પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ દેવગઢ બારીયાના પીએસઆઈ હોવાની ખોટી ઓળખ આપીને દંપત્તીને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ટુકડે-ટુકડે 2 લાખથી વધુની માતબર રકમ પડાવી લઈને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમને લગતી કોઈ પ્રક્રિયાના ભાગરૂૂપે આ દંપત્તીનું બેન્ક એકાઉન્ટને ફ્રિઝ કરવામાં આવ્યું હતું. અને આ બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે આરોપી પોલીસકર્મીએ ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી એડવોકેટ જસવીર અમર સિંહે દેવગઢબારીયા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગયો છે. ફરિયાદી જસવીર અમર સિંહ અને તેમના પત્ની કોમલબેનનું બેન્ક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જેના માટે આ દંપતીએ દાહોદ પોલીસ મથકમાં જાણ કરી હતી જોકે, તે સમયે કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો.અનિલ સોલંકીએ સામેથી ફરિયાદીનો સંપર્ક કર્યો અને અમરસિંહના પત્ની કોમલ બેન પાસેથી એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી પાસે આરોપી પોલીસકર્મીને ટૂકડે-ટૂકડે 2 લાખ રૂૂપિયા જેવી રકમ આપી હોવાનું પણ જણાયું હતું. આથી આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂૂદ્ધ આઈપીસીની કલમ 409, 420, 170 મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતની જેવો કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
crimecrime newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement