ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યાર્ડમાં ઘઉં-જીરૂની વધુ એક લાખ મણ આવક

06:27 PM Mar 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉનાળાનાં પ્રારંભ સાથે યાર્ડમા રવિ સિઝનની જણસીની આવક શરૂ થઇ ગઇ છે રાજકોટ માર્કેટ યાર્ડમા છેલ્લા પખવાડીયામા 10 લાખ મણથી પણ વધુ જણસીઓ ઠલવાઇ ગઇ છે. હાલ ઘંઉની સિઝન ચાલતી હોવાથી ઘંઉની મબલખ ઉતરાઇ થઇ રહી છે આજે એક લાખ મણ ઘંઉની આવક થઇ હતી . ચણાની પણ એક લાખ ઉતરાઇ નોંધાઇ હતી.

યાર્ડમા હોળી-ધુળેટીની રજા બાદ યાર્ડ ફરી આજથી ધમધમવા લાગ્યુ છે ધુળેટીનાં દિવસે બપોર બાદ ખેડુતો પોત - પોતાની જણસી યાર્ડમા લઇને આવતા યાર્ડનાં ગેઇટ પાસેથી લઇને ત્રણ - ચાર કિલોમીટર લાંબી 2000 થતી વધુ વાહનોની લાઇન લાગી હતી જેમા 1,00,000 મણ ચણા, 62000 મણ જીરૂ, 4500 મણ તુવેર, 17500 મણ મેથી, રાય-રાયડો 3600 મણ, 30,000 મણ મગફળી, 1,00,000 મણ ઘંઉની આવક થઇ હતી 1000 જેટલા વાહનો આવતા અને ત્રણ લાખથી વધુ મણની જણસી આવતા વિવિધ પટાંગણમા યાર્ડનાં સતાધીશો હાજર રહી ઉતરાઇની વ્યવસ્થા કરવામા આવી હતી.

ઉનાળામા લોકો બાર માસી મસાલો અને દાણા ભરતા હોય છે. ત્યારે ઘંઉની પણ મબલખ આવક શરૂ થતા યાર્ડમા બાર માસી ઘંઉ ભરવામા ગ્રાહકો ઉમટી રહયા છે ભાવમા પણ ખેડુતોને ફટકો પડયો છે પરંતુ ગ્રાહકને તેનો કોઇ ફાયદો મળ્યો નથી યાર્ડમા લોકવન ઘંઉનાં રૂ. 486 થી રૂ. 514 અને ટુકડાનાં રૂ. 480 થી રૂ. 566 સુધી સોદા થયા હતા જયારે લોકલ બજારમા તે ભાવની અસર નહીવત દેખાઇ રહી છે ભાવમા ગાબડુ પતા ખેડુતોમા કચવાટ ફેલાયો છે . મસાલાની સિઝન હોવાથી જીરૂની પણ બમ્પર આવક થઇ રહી છે આજે 62000 મણ જીરૂની આવક થઇ હતી. જીરૂની સુગંધથી સમગ્ર યાર્ડ મહેકી ઉઠયુ હતુ. યાર્ડમા હાલ જીરૂનાં ભાવ રૂ. 4000 ને આંબી ગયા છે જેમા આજે રૂ. 3535 થી રૂ. 3960 નાં ભાવે સોદા થયા હતા અને આગામી દિવસોમા ભાવ વધવાનાં એંધાણ પણ વર્તાઇ રહયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જીરૂનાં ભાવ 10,000 થી વધુ બોલાયા હતા .

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement